ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના શીલજમાં બાઈક ચાલકે નવ પરિણિત યુવતીને કચડી, પતિનું 'આક્રંદ' સોશિયલ મીડિયામાં વાયરલ

અકસ્માત / અમદાવાદના શીલજમાં બાઈક ચાલકે નવ પરિણિત યુવતીને કચડી, પતિનું 'આક્રંદ' સોશિયલ મીડિયામાં વાયરલ

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 06:52 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શીલજમાં બાઈક ચાલકે નવ પરિણિત યુવતીને કચડી નાખી હતી. પતિએ સોશિયલ મીડિયામાં ન્યાયની પોસ્ટ કરતાં પોલીસ એક્શનમાં આવી હતી.

ADVERTISEMENT

અમદાવાદના શીલજ રોડ પર રફતારના કહેર એ નવ પરણિત યુગલ સપના કચડી દીધા..આ અકસ્માત માં નવ પરણિત યુવતીનું મોત નીપજ્યું હતું..પતિએ આક્રંદ સાથે પત્નીના ન્યાય માટે આજીજી કરેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકત માં આવી હતી. જે બાદ બોપલ પોલીસ રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી. અકસ્માત માં મૃતક યુવતીના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા..પરિવારે આરોપીને કડક સજા મળે તેવી માંગ કરી.

શીલજ કેનાલ રોડ પર શું બન્યું?

શીલજ કેનાલ રોડ પર શનિવારના રોજ થયેલા ગમખાર અકસ્માત ના ચાર દિવસ બાદ પોલીસે આરોપી સુનિલ પરમારની ધરપકડ કરી.સીસીટીવી માં સ્પીડ ના રફતાર કહેર જોવા મળ્યો..પતિ હાર્દિક દરજી અને પત્ની નિશી શનિવારે રાત્રે બન્ને અલગ અલગ ટુ વ્હીલર પર ઘરે જઈ રહ્યા હતા..તે સમયે ઘર નજીક યુ ટર્ન લેતા જ અચાનક બાઈક ચાલક સુનિલ પરમાર ઓવર સ્પીડ માં ચલાવી અકસ્માત સર્જાયો હતો..જેમાં નિશી ધટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલક સુનિલ અને મિત્ર જીતેન્દ્ર મીણા ઈજાગ્રસ્ત હાલતમાં સોલા હોસ્પિટલ લઈ જવાયા હતા..ત્યાંથી આરોપી સુનિલ સારવાર લીધા વગર જ ભાગી ગયો હતો,જે મિત્રના ત્યાં ગોતા અને ત્યાંથી બસ મારફતે રાજસ્થાન ડુંગરપુર ભાગી ગયો હતો. જોકે આ અકસ્માતની ધટના બાદ મૃતક નિશી ના પતિ હાર્દિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આક્રંદ વ્યક્ત કર્યું હતું..જેમાં આરોપી ન્યાયની માગણી સાથે આજીજી કરી હતી .મૃતકના પતિ હાર્દિક અને નિશી એ બે મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા.

આરોપી સુનિલ પરમારની રાજસ્થાન ડુંગરપુરથી ધરપકડ

બોપલ પોલીસે આરોપી સુનિલ પરમારની રાજસ્થાન ડુંગરપુર થી સંબંધીના ઘરેથી ધરપકડ કરી છે..આરોપી સુનિલ અકસ્માત બાદ ગભરાઈ ગયો હોવાથી નાસી ગયો હોવાનું કબુલાત કરે છે..ત્યારે આરોપી સુનીલને શરીર ના ભાગે ગંભીર ઈજા થઈ હોવા તેને સારવાર કરાવી ન હતી..આરોપી સુનિલ પરમાર અમદાવાદ થલતેજમાં 3 વર્ષ થી ઘરઘાટી તરીકે નોકરી કરે છે..આરોપી પૂછપરછ કરતા ગત્ત શનિવારે આરોપી સુનિલ તેના મિત્ર બાઈક લઈ ને ફરવા નીકળ્યો હતો..જ્યાં રોડ ખાલી જોઈને લગભગ 100થી વધુની સ્પીડ ચલાવતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ