ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / મોટા સમાચાર : ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર, 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી
Last Updated: 05:21 PM, 16 September 2026
ADVERTISEMENT
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણ દ્વારા વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો હતો. ચૂંટણી પંચની જાહેરાત અનુસાર, ગાંધીનગર મનપા માટે 11 ઓક્ટોબરે મતદાન થશે અને 13 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડી છે.
ADVERTISEMENT
ચૂંટણી કાર્યક્રમની મુખ્ય વિગતો
મતદાનની તારીખ: 11 ઓક્ટોબર
ADVERTISEMENT
મતગણતરી : 13 ઓક્ટોબર
2021ની ચૂંટણીમાં કોણે કેટલી બેઠકો મળી?
ADVERTISEMENT
ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 11 વોર્ડ અને 44 બેઠકો છે. 44 બેઠકો માટે મતદાન યોજાશે. અગાઉ વર્ષ 2021માં યોજાયેલી ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 41 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી.
ADVERTISEMENT
2 લાખ 59 હજાર મતદારો મતદાન કરશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 195 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. અંદાજે 2 લાખ 59 હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વર્ષ 2021ની ચૂંટણીમાં ગાંધીનગર મનપા વિસ્તારમાં 56.11 ટકા મતદાન નોંધાયું હતું. હવે આ વખતે મતદાનની ટકાવારી કેટલી રહે છે તેના પર પણ સૌની નજર રહેશે.
ADVERTISEMENT
ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો
ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો આવ્યો છે. રાજકીય પક્ષો હવે પોતપોતાના ઉમેદવારોની પસંદગી કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.