ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલના દીકરા હરિકેશ પટેલની ધરપકડ, નકલી પાસપોર્ટ બનાવી કરી વિદેશની ટૂર
Last Updated: 03:26 PM, 16 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં નકલી પાસપોર્ટના કેસમાં ગુજરાત ATSએ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતા પટેલના દીકરા હરિકેશ પટેલની ધરપકડ કરી છે. આરોપી હરિકેશ પટેલે નકલી પાસપોર્ટ બનાવી વિદેશની ટૂર કરી હતી. હરિકેશ પટેલે દિલ્લી અને આગ્રાના ખોટા પૂરાવા ઉભા કરી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. નકલી પાસપોર્ટથી હરિકેશ પટેલ ભુટાન,બેંગકોક, સિંગાપોર અને દુબઈ જઈ આવ્યો હતો. કોર્ટે હરિકેશનો પાસપોર્ટ જમા કરી લીધો છે.
ADVERTISEMENT
આરોપી 2022ના EDના મની લોન્ડ્રીંગ કેસમાં સંડોવાયેલો છે
આરોપી 2022ના EDના મની લોન્ડ્રીંગ કેસમાં સંડોવાયેલો હતો, જેથી આરોપીનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીને આગોતરા જામીન માટે અરજી કરતા જામીન મળી ગયા હતા, પરંતુ બાદમાં EDએ જામીન રદ કરાવ્યા હતા.
ADVERTISEMENT
ગુજરાતના પાસપોર્ટ હોવા છતાં નકલી પાસપોર્ટ બનાવ્યો
ADVERTISEMENT
આરોપીએ ગુજરાતનો પાસપોર્ટ હોવા છતાં નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. આરોપી હરીકેશ પટેલ વિરુદ્ધ અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશન તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળના ગુનાઓ પણ નોંધાયેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.