ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર! 10 વર્ષના ટ્રેન્ડથી 51 હોટસ્પોટ નક્કી કરાયા, સપ્ટેમ્બર-નવેમ્બરમાં કેસ વધવાની ભીતિ
Last Updated: 01:09 PM, 16 September 2026
ADVERTISEMENT
ચોમાસા દરમિયાન અને વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાની શક્યતા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને મેલેરિયા વિભાગે ડેન્ગ્યુ નિયંત્રણ માટે શહેરના સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ છેલ્લાં ૧૦ વર્ષની ડેન્ગ્યુની પેટર્ન અને સ્થળ સર્વેના આધારે શહેરમાં કુલ ૫૧ હોટસ્પોટ એટલે કે ક્લસ્ટર નક્કી કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ઓગસ્ટના અંત સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના આશરે ૪૮૦થી ૪૮૫ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં નોંધાતા કુલ ડેન્ગ્યુ કેસમાંથી આશરે ૪૫ ટકા કેસ અમદાવાદ શહેરમાં નોંધાતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. હવે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન કેસ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હોટસ્પોટ વિસ્તારોમાં ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકવાની તૈયારી છે.
ઝોન પ્રમાણે હોટસ્પોટ
ADVERTISEMENT
માત્ર સાત પોકેટમાં જ ૧૮૯ કેસ
ADVERTISEMENT
શહેરના કુલ કેસમાંથી ૧૮૯ કેસ સાત મુખ્ય પોકેટમાં જ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ ગોતા અને રામોલ જેવા વિસ્તારોમાં જોવા મળ્યા છે.
ADVERTISEMENT
દક્ષિણ ઝોનના મુખ્ય વોર્ડ
■ મણિનગર
ADVERTISEMENT
■ ઈસનપુર
■ વટવા
ADVERTISEMENT
■ લાંભા: નારોલ અને હાઇવેને જોડતો વિસ્તાર
■ ખોખરા
■ ઇન્દ્રપુરી
■ બહેરામપુરા
■ દાણીલીમડા
■ ઘોડાસર
■ નારોલ
■ શાહઆલમ અને ચંડોળા
આ પણ વાંચોઃ અમદાવાદીઓ કેડસમા પાણીમાં ઑફિસ જવાની આદત પાડી લેજો! હજુ 3 વર્ષ સુધી તપવું પડશે
સપ્ટેમ્બરથી નવેમ્બરમાં કેસ વધવાની ભીતિ
મેલેરિયા વિભાગના આકલન મુજબ ડેન્ગ્યુના કેસ સામાન્ય રીતે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન વધતા હોય છે. અગાઉની પેટર્નના આધારે આ સમયગાળામાં કેસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા જોવામાં આવી રહી છે. કેટલાક સમયગાળામાં કેસ બમણા કે ત્રણ ગણા સુધી પહોંચતા હોવાનો વિભાગનો અનુભવ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે ડેન્ગ્યુ નિયંત્રણ માટે વિશેષ નીતિ અને હોટસ્પોટ આધારિત એક્શન પ્લાન તૈયાર કરી તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી છે. ખાસ કરીને વધુ કેસ અને મચ્છરની ઊંચી ડેન્સિટી ધરાવતા વિસ્તારોમાં મચ્છર નિયંત્રણ, સર્વેલન્સ અને ફોગિંગ સહિતની કામગીરી પર ભાર મૂકવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો