ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / બુધવારે કરો આ 5 ઉપાય, ગણેશજીની કૃપાથી દૂર થશે વિઘ્નો અને મજબૂત થશે બુધ ગ્રહ

photo-story

7 ફોટો ગેલેરી

માન્યતા / બુધવારે કરો આ 5 ઉપાય, ગણેશજીની કૃપાથી દૂર થશે વિઘ્નો અને મજબૂત થશે બુધ ગ્રહ

Last Updated: 08:55 AM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Remedies for Wednesday: માનવામાં આવે છે કે, બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી અને બુધ ગ્રહ સંબંધિત ઉપાયો કરવાથી અવરોધો દૂર થાય છે. આવો, જ્યોતિષ પાસેથી આ ઉપાયો વિશે જાણીએ, જેમાં મંત્ર જાપ, મગની દાળનું દાન અને દૂર્વા ઘાસ અર્પણ કરવાનો સમાવેશ થાય છે.

1/7

photoStories-logo

1. બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને બુધ ગ્રહને સમર્પિત

હિંદુ ધર્મમાં, બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને બુધ ગ્રહને સમર્પિત માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી અને બુધ ગ્રહ સંબંધિત ઉપાયો કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોવાને કારણે માનસિક તણાવ, નિર્ણય લેવામાં મુશ્કેલી અને આર્થિક સમસ્યાઓ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, બુધવારે વિશેષ ઉપાયો કરવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ ઉપાયો વિશે...

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. બુધ મંત્રનો જાપ કરો

જ્યોતિષી અનુસાર, બુધવારે બુધ ગ્રહના મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. શ્રદ્ધાની સાથે 'ॐ ब्रां ब्रीं ब्रौं सः बुधाय नमः' મંત્રનો જાપ કરવાથી બુધ ગ્રહને મજબૂત કરવામાં મદદ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. લીલા મગનું દાન કરો

બુધવારે લીલા મગનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. જ્યોતિષી મતે, લીલી વસ્તુઓનું દાન એ બુધ ગ્રહ સાથે સંબંધિત એક ઉપાય છે. માનવામાં આવે છે કે, તેનાથી બૌદ્ધિક અને આર્થિક પ્રગતિની તકોમાં વધારો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઋણહર્તા ગણેશ સ્ત્રોત વાંચો

જો કોઈ વ્યક્તિ આર્થિક મુશ્કેલીઓ કે દેવાથી ઝઝૂમી રહી હોય, તો તે બુધવારના દિવસે શ્રદ્ધાપૂર્વક 'ઋણહર્તા ગણેશ સ્તોત્ર'નો પાઠ કરી શકે છે. માન્યતા છે કે, આનાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની બાધાઓ દૂર કરવામાં મદદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ગણેજીને ચઢાવો દૂર્વા

દૂર્વા ઘાસ ભગવાન ગણેશને અત્યંત પ્રિય માનવામાં આવે છે. આચાર્ય મદન મોહન અનુસાર, બુધવારના દિવસે ભગવાન ગણેશને દૂર્વાની 11 અથવા 21 જૂડીઓ અર્પણ કરી શકાય છે. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. બુધ દોષમાં કરો દુર્ગા ઉપાસના

જ્યોતિષ જણાવ્યા અનુસાર, કુંડળીમાં 'બુધ દોષ'ના નિવારણ માટે દેવી દુર્ગાની પૂજા કરી શકાય છે. 'ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे' મંત્રનો 5,7,11,21 અથવા 108 વાર જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું પણ શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lord Ganesha blessings 5 remedies on Wednesday Ganpati bappa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ