ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શાહરૂખ ખાને #AskSRK માં તોડ્યું મૌન: 'ધુરંધર' ના કર્યા વખાણ, સાથે ફિલ્મ 'કિંગ' ની રિલીઝ ડેટ પણ કરી કન્ફર્મ

મનોરંજન / શાહરૂખ ખાને #AskSRK માં તોડ્યું મૌન: 'ધુરંધર' ના કર્યા વખાણ, સાથે ફિલ્મ 'કિંગ' ની રિલીઝ ડેટ પણ કરી કન્ફર્મ

Published By: Pravin Joshi

Last Updated: 09:29 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહ અભિનીત અને આદિત્ય ધર દ્વારા નિર્દેશિત 'ધુરંધર'ની બ્લોકબસ્ટર સફળતા પર છ મહિનાની ચુપકીદી બાદ આખરે શાહરૂખ ખાને મૌન તોડ્યું છે.

ADVERTISEMENT

દુનિયાભરમાં રૂ. 3000 કરોડથી વધુનો આંકડો વટાવીને બોલિવૂડની સૌથી સફળ ફિલ્મોમાં સ્થાન મેળવનાર રણવીર સિંહની 'ધુરંધર' એ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી દીધી હતી. આમિર ખાન જેવા દિગ્ગજ કલાકારોએ આ ફિલ્મની જાહેરમાં પ્રશંસા કરી હતી, પરંતુ શાહરૂખ ખાનની ચુપકીદીને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ હતી. હવે 'ધુરંધર પાર્ટ 2' ની રિલીઝના છ મહિના પછી સુપરસ્ટાર શાહરૂખ ખાને આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

Dhurandhar 2 review

#AskSRK સેશનમાં ચાહકના સવાલનો દિલચસ્પ જવાબ

મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યોજાયેલા #AskSRK સેશન દરમિયાન જ્યારે એક ચાહકે શાહરૂખને પૂછ્યું કે શું તેમણે 'ધુરંધર' જોઈ છે, ત્યારે કિંગ ખાને ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો હતો. શાહરૂખે લખ્યું, "મને ફિલ્મના બંને પાર્ટ ખૂબ જ ગમ્યા. આખી ટીમે ખરેખર શાનદાર અને પ્રશંસનીય કામ કર્યું છે."

આગામી ફિલ્મ 'કિંગ' અંગે કરી આ મહત્વની સ્પષ્ટતાઓ

પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કિંગ' (King) ની રિલીઝ પાછી ઠેલવા અંગે વહેતી થયેલી વાતો પર વિરામ મૂકતા શાહરૂખે સ્પષ્ટતા કરી હતી કે 'અવેન્જર્સ: ડૂમ્સડે' કે 'ડ્યુન ૩' જેવી હોલિવૂડ ફિલ્મોને કારણે તેમની ફિલ્મ લંબાવાશે નહીં. આ ફિલ્મ નક્કી થયેલા શિડ્યુલ મુજબ 24 ડિસેમ્બર 2026ના રોજ જ મોટા પડદે ત્રાટકશે.

આ પણ વાંચોઃ મનોરંજન / અરિજિત-શ્રેયાના સ્વરમાં ‘જય જય રામ’ રિલીઝ, રણબીર-સાઈની રામ-સીતા જોડી જોઈને ઈમોશનલ થયા ફેંસ

તેમણે ઉમેર્યું કે ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ, VFX ટીમ અને મ્યુઝિક કંપોઝર્સ હાલમાં ફિલ્મ પર સખત મહેનત કરી રહ્યા છે તથા અરિજિત સિંહ ગીતોને આખરી ઓપ આપી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે તેમની પુત્રી સુહાના ખાન, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, દીપિકા પાદુકોણ અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar ShahRukhKhan KingMovie

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ