ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અરિજિત-શ્રેયાના સ્વરમાં ‘જય જય રામ’ રિલીઝ, રણબીર-સાઈની રામ-સીતા જોડી જોઈને ઈમોશનલ થયા ફેંસ

મનોરંજન / અરિજિત-શ્રેયાના સ્વરમાં ‘જય જય રામ’ રિલીઝ, રણબીર-સાઈની રામ-સીતા જોડી જોઈને ઈમોશનલ થયા ફેંસ

Published By: Nirav Kumar

Last Updated: 05:50 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’નું ફર્સ્ટ સોંગ ‘જય જય રામ’ ગણેશ ચતુર્થી પર રિલીઝ થયું છે. જેમાં રામ-સીતાની ભવ્ય ઝલકે ફેંસના દિલ જીતી લીધાં છે.

ADVERTISEMENT

ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે ‘રામાયણ’ના ફેંસને એક ખાસ ભેટ મળી છે. રણબીર કપૂર અને સાઈ પલ્લવીની આ મહાકાવ્ય ફિલ્મનું પહેલું સોંગ ‘જય જય રામ’ રિલીઝ થઈ ગયું છે અને તેની સાથે જ સોશિયલ મીડિયા પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

આ સોંગમાં ભગવાન રામની કથાને ભવ્ય રીતે રજૂ કરવામાં આવી છે. જેમાં રણબીર કપૂરને રામના રૂપમાં અને સાઈ પલ્લવીને સીતા તરીકે જોતાં જ ફેંસને દિલ આનંદથી ભરાઈ ગયાં છે. આ સોંગના વિઝ્યુઅલ્સમાં સીતા સ્વયંવર, તેમના વિવાહ, અયોધ્યામાં રાજ્યાભિષેકની તૈયારીઓ અને બાદ વનવાસ તરફ જતા રામની ઝલક જોવા મળે છે. આથી આમાં માત્ર એક ભક્તિગીત નથી પણ રામ-સીતાના પવિત્ર સંબંધ અને તેમની જીવનયાત્રાની સુંદર ઝાંખી પણ દેખાય છે.

આ સોંગને અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલની મધુર આવાજમાં રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે મ્યુઝીક એ.આર. રહમાનનું છે અને શબ્દો કુમાર વિશ્વાસે લખ્યા છે. ‘રામ સિયા રામ, જય જય રામ’ની પરિચિત ધૂન સાંભળીને ઘણા ફેંસ ઈમોશનલ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો મ્યુઝીક, વોકલ્સ અને ભવ્ય સેટ્સની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. આ સોંગમાં લક્ષ્મણ અને ભરતના પાત્રોની પણ ઝલક જોવા મળે છે. જેમાં રવિ દુબે અને આદિનાથ કોઠારે પણ નજર આવશે.

વધુ વાંચો : અંબાણી પરિવારે બાપ્પાનું સ્વાગત કર્યું, અમિતાભ બચ્ચનથી લઈ શિલ્પા શેટ્ટી સુધી આ સેલેબ્સે ઉજવી ગણેશ ચતુર્થી

નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનતી આ ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે દિવાળીના અવસરે 6 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાનો છે. અહેવાલો મુજબ પહેલા ભાગમાં રામના વનવાસ સુધીની કથા દર્શાવવામાં આવશે. જ્યારે હનુમાનનું પાત્ર બીજા ભાગમાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

first song Ramayana Jai Jai Ram

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ