ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મેંદરડા તાલુકા પંચાયતના અપક્ષ સભ્યે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, ઈન્સ્ટાથી મિત્રતા કરીને ડરાવીને આચર્યું કુકર્મ

જુનાગઢ / મેંદરડા તાલુકા પંચાયતના અપક્ષ સભ્યે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, ઈન્સ્ટાથી મિત્રતા કરીને ડરાવીને આચર્યું કુકર્મ

Published By: Hiralal Parmar
Reported By: Jay Virani

Last Updated: 06:09 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢના મેંદરડામાં તાલુકા પંચાયતના અપક્ષ સભ્યે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

મેંદરડામાં સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ કેસમાં મેંદરડા તાલુકા પંચાયતની નાગલપુર બેઠકના અપક્ષ સભ્ય સુભાષ કાળુભાઈ ભાદરકાની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ આરોપીએ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરા સાથે સંપર્ક કેળવ્યો હતો અને ત્યારબાદ તેને ડરાવી-ધમકાવી શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે મેંદરડા પોલીસે પોક્સો એક્ટ સહિત ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરા સાથે સંપર્ક કેળવ્યો

મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખડિયા ગામના વતની અને મેંદરડા તાલુકા પંચાયતની નાગલપુર બેઠકના અપક્ષ સદસ્ય સુભાષ કાળુભાઈ ભાદરકા સામે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ પ્રમાણે આરોપીએ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરા સાથે સંપર્ક કેળવ્યો હતો અને તેની સાથે વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ સગીરાને મળવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.

ડરાવી ધમકાવીને શોષણ કરતો

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સગીરાના માતા-પિતા ઘરે હાજર ન હોય તે સમયે આરોપી સગીરાના સંપર્કમાં આવતો હતો અને તેને ડરાવી-ધમકાવી શારીરિક શોષણ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે.સગીરા સગીર વયની હોવાથી પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો : સૌથી અમીર ધારાસભ્ય બન્યાં 'એક દિવસના ભિખારી', રોડ પર માંગીને ખાધું, કેમ કરવું પડ્યું આ કામ?

આરોપીની ધરપકડ

ફરિયાદના આધારે કાર્યવાહી કરતા મેંદરડા પોલીસે સુભાષ ભાદરકાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. હાલ સમગ્ર મામલે મેંદરડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં દર્શાવાયેલી વિગતો અંગે પુરાવા એકત્ર કરવાની તેમજ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mendarda news Mendarda Taluka Panchayat crime

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ