ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ‘ડૂબતાને તણખલાનો સહારો’, બે મિત્રોએ 200 ગણપતિની મૂર્તિ ખરીદી સુરતના શ્રમજીવી પરિવારના તારણહાર બન્યા"
Last Updated: 07:00 PM, 14 September 2026
ADVERTISEMENT
સુરતમાં ગણેશ ચતુર્થીના દિવસે અનોખી માનવતા મહેંકી હતી. ફૂટપાથ પર ગણેશજી મૂર્તિઓ વેચનાર શ્રમજીવીની 200થી વધુ પ્રતિમા વહેંચાયા વગરની રહી જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો પરંતુ આખરે જાણે ગણેશજી તેમની મદદે આવ્યાં હોય તેમ બે યુવાનો આગળ આવ્યાં અને શ્રમ જીવી પરિવારને મળી તમામ 200 જેટલી પ્રતિમા ખરીદી લીધી હતી. સુરત પોલીસે 200 મૂર્તિની સ્થાપના કરવા માટે જગ્યા ફાળવી આપી છે. તમામ પ્રતિમાનું સુરત પોલીસને સાથે રાખી એક જ જગ્યાએ સ્થાપન કરાવશે.
ADVERTISEMENT
વડોદરાના પરિવારે 25000ની મૂર્તિઓ ખરીદી
વડોદરાથી આવેલ સ્મિત ઠાકુરે પરિવારને 25000 ની મૂર્તિઓ ખરીદી શ્રમજીવી પરિવારને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યા હતા અને તેમની બધી જ મૂર્તિઓ ખરીદી લીધી હતી.
ADVERTISEMENT
ગોલ્ડન મોદક ચર્ચામાં આવ્યાં
ADVERTISEMENT
મહારાષ્ટ્રના નાસિકમાં તૈયાર કરવામાં આવેલા એક ખાસ મોદકે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એનો શાહી અંદાજ અને કિંમત એની ખાસિયતનું મુખ્ય કારણ છે. અહીં 20 હજાર રૂપિયા પ્રતિ કિલોની કિંમતવાળા ‘ગોલ્ડન મોદક’ ચર્ચામાં છે. આ ગોલ્ડન મોદકની કિંમત લગભગ 20,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બતાવવામાં આવી રહી છે. સામાન્ય મોદકની સરખામણીમાં આ કિંમત ઘણી વધારે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.