ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / સચિવાલયને બોમ્બથી ઉડાવાની ધમકી આપનારા ઝડપાયા, આરોપીઓએ 5 લાખ ઈ-મેલ ID-પાસવર્ડ બનાવ્યા

ગાંધીનગર / સચિવાલયને બોમ્બથી ઉડાવાની ધમકી આપનારા ઝડપાયા, આરોપીઓએ 5 લાખ ઈ-મેલ ID-પાસવર્ડ બનાવ્યા

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 07:32 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા અને અન્ય સરકારી ભવનોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મોકલનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા અને અન્ય સરકારી ભવનોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મોકલનાર બે આરોપીઓની બિહાર અને ઝારખંડમાંથી ધરપકડ કરવામાં આવી છે. 10 સપ્ટેમ્બરે સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યા બાદ સાયબર ટીમે તપાસ શરુ કરી હતી અને બિહારના ભાગલપુરમાં લોકેશન મળ્યું હતું ત્યાર બાદ આરોપી રોશન કુમારની ધરપકડ કરવામાં આવી હતી તે ઉપરાંત ઝારખંડના દેવઘરથી મુખ્ય આરોપી ગુલશન કુમારની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓ પાસેથી 5 લાખ ઈમેઈલ આઈડી મળ્યાં

આરોપીઓ પાસેથી 5,13,847 યુનિક ઈ-મેઈલ આઈડી તથા પાસવર્ડનું લિસ્ટ મળી આવ્યું. જેનો ઉપયોગ ધમકી માટે કરવામાં આવતો હતો. ગુલશન કુમાર સિંહે અત્યાર સુધીમાં 5 લાખથી વધુ યુનિક Gmail ઈ-મેલ ID અને પાસવર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો : સૌથી અમીર ધારાસભ્ય બન્યાં 'એક દિવસના ભિખારી', રોડ પર માંગીને ખાધું, કેમ કરવું પડ્યું આ કામ?

10 સપ્ટેમ્બરે આવ્યો હતો ધમકીભર્યો મેઈલ

ગત 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ બ્રિક્સ સંમેલનમાં ભારતને સહકાર આપતા દેશોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓની તપાસ માં વધુ વિગતો ખુલશે જેમાં દેશ વિરોધી તત્વો દ્વારા થતી ચૂકવણી, કેટલા લોકો તપાસ ના દાયરામાં આવે છે તે જોવાનું રહેશે હાલ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ને મોટી સફળતા મળી છે જે અનેક રહસ્યો પર થી પડદો દૂર કરવાની સાથે અન્યો બોંબની ધમકી અંગે તપાસમાં વિગતો ખુલી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ