ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તમારી કારમાં CNG ભરાવવા લાંબું થવું પડી શકે, આ જિલ્લાના 65 પંપ ડીલરો હડતાળ પર ઉતર્યા
Last Updated: 05:37 PM, 14 September 2026
ADVERTISEMENT
આજે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના 65 જેટલા CNG પંપ બંધ રાખી ડીલરોએ હડતાળ પાડતા બન્ને જિલ્લાના વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે .CNG ગેસ ઉપર આધાર રાખતા વાહન ચાલકોને CNG ગેસ ન મળતાં તેમની હાલત કફોડી બની છે તો બીજી તરફ CNG પંપના ડીલરોની લાંબા સમયથી કમિશન સહિતની વિવિધ માંગણીઓ ન સંતોષતા તેમને તમામ પંપ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે..
ADVERTISEMENT
બનાસકાંઠા, વાવ અને થરાદ વિસ્તારમાં આજે CNG પંપ સંપૂર્ણપણે બંધ રહેતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાના તમામ 65 CNG પંપના ડીલરોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ શરૂ કરી છે. ડીલર એસોસિએશન દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં તેમજ અગાઉ એક દિવસ CNG પંપો બંધ રાખીને વિરોધ નોંધાવ્યા છતાં પણ કંપની દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા.

ADVERTISEMENT
આજે CNG ડીલર એસોસિએશન દ્વારા બનાસકાંઠા, વાવ અને થરાદ જિલ્લાના કુલ 65 CNG પંપ આજે સવારે 6 વાગ્યાથી બંધ રાખવામાં આવ્યા છે. ડીલરોનું કહેવું છે કે વર્ષ 2020 પછી ડીલર કમિશનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હાલની સ્થિતિમાં પંપ ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે કમિશનમાં વધારો ન થતાં ડીલરોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.ડીલર એસોસિએશને કમિશનમાં વધારો, મોડા મળતા પેમેન્ટનો સમયસર નિકાલ, બ્રાન્ડિંગ અને સ્ટેશનના જાળવણી ખર્ચમાં સહાય સહિત અનેક માંગણીઓ કંપની સમક્ષ મૂકી છે. ઉપરાંત નવા CNG સ્ટેશન માટેની મંજૂરી પ્રક્રિયામાં ફેરફાર કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

ADVERTISEMENT
જેને લઈને અગાઉ અમે એક દિવસ માટે બધા જ પંપો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને અમને કંપનીએ ફક્ત 40 પૈસાનો વધારો આપ્યો હતો એ અમે સ્વીકરાયો ન હતો અને અમારી તમામ નવ માંગણીઓ સ્વીકારવાની માંગ કરી હતી પરંતુ તે પુરી ન થતા આજે આખરે ડીલરો દ્વારા તમામ CNG પંપ સંપૂર્ણપણે બંધ રાખીને વિરોધ કરાયો છે. અને જ્યાં સુધી અમારી માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાર સુધી અમે તમામ પંપો બંધ રાખીશું..જોકે, લોકોને વધુ મુશ્કેલી ન પડે તે માટે કંપની તાત્કાલિક ઉકેલ લાવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ધોધમાર વરસાદથી અમદાવાદ જળબંબાકાર, સિંધુભવનથી ખોખરા સુધીના રસ્તા બન્યા જળબંબાકાર
ADVERTISEMENT
જોકે બનાસકાંઠા, વાવ અને થરાદ વિસ્તારમાં દરરોજ અંદાજે 2 લાખ કિલો CNGનું વેચાણ થાય છે. પંપ બંધ રહેતાં સૌથી વધુ અસર રિક્ષાચાલકો, ઈકો કાર ચાલકો અને અન્ય CNG વાહનચાલકો પર પડી રહી છે. બનાસકાંઠા અને વાવ અને થરાદ વિસ્તાર સરહદી વિસ્તાર હોવાથી બહારથી આવતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વાહનચાલકોને વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.તો ઘણા CNG વાહન માલિકોના હોસ્પિટલ સહિતના કામો અટવાયા છે..cng પમ્પ હડતાલ ને લઇ રીક્ષા ચાલકો ની રોજગારી ઉપર અસર જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.