ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ-ગાંધીનગરમાં મુશળધાર વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની મોટી આગાહી

photo-story

7 ફોટો ગેલેરી

આગાહી / અમદાવાદ-ગાંધીનગરમાં મુશળધાર વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની મોટી આગાહી

Last Updated: 01:41 PM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી મૂશળધાર વરસાદની શક્યતા.

1/7

photoStories-logo

1. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી

રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા

આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. લોકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ

દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. વરસાદી સિસ્ટમની અસરને કારણે આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ

ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા તકેદારી રાખવાની જરૂરિયાત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ

સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી લઈને ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર અચાનક વધવાની શક્યતા હોવાથી વાહનચાલકો અને સ્થાનિકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી સિસ્ટમની અસર

રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને ચોટીલા પંથકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. પોરબંદર-દ્વારકા-જામનગરમાં પણ વરસાદની સંભાવના

વરસાદી સિસ્ટમની અસરને પગલે પોરબંદર, દ્વારકા અને જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Heavy Rain Gujarat Rain Forecast Ambalal Patel Weather Prediction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ