ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AI ડ્રાઇવિંગ ટેસ્ટ બન્યો પડકારરૂપ: 80% ઉમેદવારો ફેલ, અમદાવાદમાં લાઇસન્સ ટેસ્ટ માટે 55 દિવસ સુધીનું વેઇટિંગ
Last Updated: 02:26 PM, 14 September 2026
ADVERTISEMENT
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટમાં ઉમેદવારોએ નક્કી કરેલી લેનમાં વાહન ચલાવવાની ચોકસાઈ જાળવવી પડે છે, પરંતુ લાઈસન્સ મેળવવા ઇચ્છતા અરજદારો માટે હવે પડકાર પરંપરાગત ટેસ્ટ કરતાં પણ અઘરો બની ગયો છે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં નિષ્ફળતાના દરમાં વિક્રમજનક વધારો થતાં ગુજરાતનાં મોટા શહેરોમાં નવા અરજદારોને ટેસ્ટ માટે ખૂબ લાંબો સમય રાહ જોવી પડી રહી છે.
ADVERTISEMENT

કેટલાંક મોટાં શહેરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો વેઇટિંગ પિરિયડ 45 થી 60 દિવસ સુધી પહોંચી ગયો છે, જ્યારે મહેસાણા, પાટણ સહિતના નાના આરટીઓમાં પણ લગભગ એક મહિનાની રાહ જોવી પડી રહી છે. સતત વધતી જતી કતારોના કારણે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના આરટીઓ દ્વારા વધારાના ટેસ્ટિંગ ટ્રેકની યોજના બનાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અમદાવાદના RTO બલમુકુંદ સૂર્યવંશીએ જણાવ્યું છે કે શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી એક એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક કાર્યરત છે અને હાલમાં ફોર વ્હીલર ટેસ્ટ માટે અરજદારોને 50 થી 55 દિવસ રાહ જોવી પડી રહી છે. શહેરના સુભાષ બ્રિજ આરટીઓ ખાતે બીજો ટેસ્ટ ટ્રેક બનાવવાની યોજના છે. તે શરૂ થયા બાદ વેઇટિંગ પિરિયડ લગભગ અડધો થઈ જશે. બીજો ટ્રેક આઠ મહિનામાં શરૂ થશે. અમદાવાદમાં ટેસ્ટિંગ ક્ષમતા વધારવા માટે ત્રણ એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક બનાવવાની યોજના છે.
ADVERTISEMENT
ફોર વ્હીલરના ટેસ્ટ લેવામાં આવે છે, જોકે રિ-ટેસ્ટ માટે વધતી સંખ્યા બેકલોગમાં વધારો કરી રહી હોવાનું પરિવહન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. એઆઈ ટ્રેક શરૂ થયાને એક મહિનો થયો છે અને આ સમયગાળામાં અમદાવાદમાં લાઇટ મોટર વ્હીકલ લાઈસન્સ માટે અરજી કરનારા ૮૦ ટકાઉમેદવારો ટેસ્ટમાં નિષ્ફળ ગયા છે. ટુ વ્હીલર અરજદારોમાં 30 ટકા નિષ્ફળ રહ્યા છે. ફોર વ્હીલર ટેસ્ટમાં લગભગ 80 ટકા નિષ્ફળતાનું મુખ્ય કારણ પેરલલ પાર્કિંગ રહ્યું હતું, જ્યારે ટુ વ્હીલર ટેસ્ટમાં સંતુલન જાળવી ન શકવું અને પગ નીચે મૂકવો નિષ્ફળતાનાં મુખ્ય કારણો રહ્યાં છે.
ADVERTISEMENT
અધિકારીઓએ અરજદારોની અપૂરતી તૈયારી અને ડેમોન્સ્ટ્રેશન વીડિયો પર પૂરતું ધ્યાન ન આપવાને નિષ્ફળતાનું કારણ ગણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ આ સમસ્યા સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે રાજકોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો વેઇટિંગ પિરિયડ અગાઉ ૧૫થી ૨૫ દિવસ હતો, જે હવે વધીને 45 થી 51 દિવસ થયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.