ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ખટોદરા વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે હેવાનિયત, મજૂરે ચેન્જિંગ રૂમમાં ખેંચી લઈ જઈને દુષ્કર્મ આચર્યું
Last Updated: 03:21 PM, 14 September 2026
ADVERTISEMENT
સુરતના ખટોદરા વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ખટોદરાની પ્રભુદર્શન ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટના જરીના કારખાનામાં આ ઘટના બની હતી. પોલીસે 22 વર્ષીય નરાધમ ધિરેન ઉર્ફે બાબુ જયસેન ડાકુઆની ધરપકડ કરી છે. કારખાનામાં કપડાં બદલવાના રૂમની બહાર બાળકી રમી રહી હતી ત્યારે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી છેલ્લા દોઢ મહિનાથી બાળકી સાથે ગેરવર્તણૂક અને અડપલાં કરતો હતો. દુષ્કર્મ કર્યા બાદ આરોપીએ પીડિતાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. બાળકીની માતાને જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બાળકીની માતાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ગુનો નોંધી આરોપીને ભાગે તે પહેલા ઝડપી પાડ્યો હતો.
ADVERTISEMENT
સુરતના ભટારમાં પણ દુષ્કર્મ
ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા સુરતના ભટાર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી હતી. જેમાં 9 વર્ષની માસૂમ બાળકી સાથે 45 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાંધીનગર / ગુજરાત પર દેવાનો ડુંગર, પાણીથી લઈ સિંહના મોત સુધી CAGએ ખોલી પોલ
દુષ્ક્રમ બાદ બાળકીને અસહ્ય દુખાવો ઉપડ્યો
ADVERTISEMENT
9 સપ્ટેમ્બરે બાળકીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં માતા તેને સારવાર અર્થે નજીકના હેલ્થ સેન્ટર લઈ ગઈ હતી. ત્યાં પૂછપરછ દરમિયાન માસૂમ બાળકીએ રડતાં રડતાં પોતાની સાથે થયેલી આપવીતી અને નરાધમ નંદલાલની હેવાનીયતની વાત જણાવી હતી. જેથી માતાએ પોલીસને સમગ્ર વિગતની જાણ કરતા ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.