ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / કેનેડામાં નોકરી મેળવવી છે? Freshers માટે આ છે સૌથી કામની Tips, જાણો Job મેળવવાનો સરળ રસ્તો

photo-story

5 ફોટો ગેલેરી

NRI / કેનેડામાં નોકરી મેળવવી છે? Freshers માટે આ છે સૌથી કામની Tips, જાણો Job મેળવવાનો સરળ રસ્તો

Last Updated: 05:56 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેનેડામાં ભણીને કે ભારતમાંથી જઈને નોકરી મેળવવા ઈચ્છતા ભારતીય યુવાનો માટે યોગ્ય વ્યૂહરચના ખૂબ જ જરૂરી છે. સાથે સાથે યોગ્ય નોકરી મેળવવી તે એક પડકારજનક પ્રક્રિયા છે.

1/5

photoStories-logo

1. કેનેડામાં નોકરી મેળવવી છે? Freshers માટે આ છે સૌથી કામની Tips, જાણો Job મેળવવાનો સરળ રસ્તો

અભ્યાસ પૂર્ણ કર્યા પછી વિદેશમાં સેટલ થવું અને સારી નોકરી મેળવવી એ લાખો ભારતીય યુવાનોનું સ્વપ્ન હોય છે. વિદેશી લાઈફસ્ટાઈલ અને વર્ક કલ્ચર આકર્ષક લાગે છે, પરંતુ સત્ય એ પણ છે કે કેનેડા જેવા દેશોમાં યોગ્ય નોકરી મેળવવી તે એક પડકારજનક પ્રક્રિયા છે. યોગ્ય માહિતીના અભાવે અસંખ્ય અરજીઓ કરવા છતાં પણ યુવાનોને ઇન્ટરવ્યુ માટે કોલ મળતા નથી. જો કે, જો યોગ્ય વ્યૂહરચના અને પદ્ધતિસરનું આયોજન કરવામાં આવે તો કેનેડિયન જોબ માર્કેટમાં સફળતા મેળવવી મુશ્કેલ નથી. કેનેડામાં નોકરીની તકો ઝડપવા માટે ભારતીય યુવાનોએ કેટલીક મહત્ત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સેટલમેન્ટ સર્વિસનો ઉપયોગ કરો

કેનેડામાં નવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે સેટલમેન્ટ સર્વિસ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ સંસ્થાઓ યુવાનોને સ્થાનિક જોબ માર્કેટના વિકલ્પો સમજાવવા, કેનેડિયન ધોરણો મુજબ રિઝ્યૂમે બનાવવામાં અને ઇન્ટરવ્યુની તૈયારી કરાવવામાં માર્ગદર્શન આપે છે. જોકે, આ સેવાઓ લેતા પહેલા તેમની શરતો અને ફી સંબંધિત તમામ વિગતો મેળવી લેવી હિતાવહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કેનેડિયન સ્ટાઇલમાં રિઝ્યૂમે (Resume) તૈયાર કરો

ભારત અને કેનેડાના રિઝ્યૂમે ફોર્મેટમાં ઘણો તફાવત હોય છે. કેનેડિયન જોબ માર્કેટના ચોક્કસ પ્રોટોકોલ હોય છે. કેનેડામાં અરજી કરતી વખતે કેનેડિયન સ્ટાન્ડર્ડ મુજબનું રિઝ્યૂમે બનાવવું અનિવાર્ય છે, જેમાં તમારી પ્રોફેશનલ સ્કિલ્સ, યોગ્ય અંગત વિગતો અને ફોટો સંબંધિત સ્થાનિક નિયમોનું પાલન થયેલું હોવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. નેટવર્કિંગ અને અગાઉનો અનુભવ

કેનેડામાં સીધી અરજીઓ કરવા કરતાં પ્રોફેશનલ નેટવર્કિંગ વધારે કારગત નીવડે છે. તમારી ઇન્ડસ્ટ્રીના અનુભવી લોકો સાથે સંપર્ક સાધીને ત્યાંના વર્ક-કલ્ચર અને જોબ ઓપનિંગ્સ વિશે જાણકારી મેળવવી જોઈએ. જો તમારી પાસે ભારતમાં કામ કરવાનો અગાઉનો અનુભવ હોય, તો રિઝ્યૂમેમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરો. ભારતીય વર્ક એક્સપિરિયન્સ તમારા સિલેક્શનની તકોમાં વધારો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ઇન્ટરવ્યુની પદ્ધતિસરની તૈયારી

કેનેડિયન કંપનીઓમાં ઇન્ટરવ્યુ પ્રક્રિયા ખૂબ જ વ્યાવસાયિક હોય છે. સંભવિત પ્રશ્નોની યાદી બનાવીને અગાઉથી જવાબ આપવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. કોમ્યુનિકેશન સ્કિલ્સ અને કોન્ફિડન્સ કેનેડામાં નોકરી મેળવવા માટેના મુખ્ય પાસાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

CareerTips CanadaJobs JobsInCanada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ