ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભીમતાલમાં પહાડ તૂટતાં ઘર તરફ ધસી આવ્યું પાણી-કાટમાળ, ખૌફનાક VIDEO વાયરલ!

નૈનીતાલ / ભીમતાલમાં પહાડ તૂટતાં ઘર તરફ ધસી આવ્યું પાણી-કાટમાળ, ખૌફનાક VIDEO વાયરલ!

Published By: Bijal Vyas

Last Updated: 08:34 AM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નૈનીતાલ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે, ભીમતાલના અલચોના વિસ્તારમાં આવેલા પાંડે છોર ગામમાં ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ વણસી છે. પહાડીનો એક ભાગ ધસી પડ્યા બાદ, પાણી અને કાટમાળ સતત ઘરો તરફ વહી રહ્યા છે.

ADVERTISEMENT

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે ભીમતાલના અલ્ચોના વિસ્તારમાં સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. પાંડે છોર ગામમાં ભૂસ્ખલન થયા બાદ પાણી અને કાટમાળ સતત ઘરો તરફ વહી રહ્યા છે. અનેક ઘરોમાં પાણી અને કાટમાળ ઘૂસી જતાં ગ્રામજનો સુરક્ષિત સ્થળોએ આશરો લેવા મજબૂર બન્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘરોમાંથી પાણી અને કાટમાળ વહેતા જોઈ શકાય છે.

તૂટેલા પહાડથી સતત આવી રહ્યુ છે પાણી અને કાટમાળ

ભીમતાલના અલ્ચોના વિસ્તારમાં આવેલા પાંડે છોર ગામમાં ભારે વરસાદને પગલે ટેકરીનો એક ભાગ ધરાશાયી થયો હતો. ત્યારબાદ, પાણીની સાથે કાટમાળ પણ ઢોળાવ પરથી નીચે સરકવા લાગ્યો હતો. વસ્તીવાળા વિસ્તાર તરફ કાટમાળના પ્રવાહને કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સતત વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા છે. ઘરોની આસપાસ પાણી અને કાટમાળ જમા થવાને લીધે રહેવાસીઓ તેમના ઘરોની સુરક્ષાને લઈને ચિંતિત છે.

ઘરોમાં ધુસેલુ પાણી, સુરક્ષિત જગ્યા જવાની મજબૂરી

ભૂસ્ખલનને કારણે પાણી અને કાટમાળ અનેક ઘરો સુધી પહોંચી ગયા છે, જેના લીધે અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાની ફરજ પડી છે. ગ્રામજનો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. વહીવટીતંત્ર પણ જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જો કોઈ પણ જોખમ જણાય તો તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા અનુરોધ કરી રહ્યું છે.

નૈનીતાલમાં ભારે વરસાદથી વધી મુશ્કેલી

નૈનીતાલ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને ભૂસ્ખલનની શક્યતા વધી ગઈ છે. પહાડી વિસ્તારોમાં આવેલા મોસમી નાળાં અને કોતરો છલકાઈ રહ્યા છે. કાટમાળ જમા થવાને કારણે ભવાલી-ભીમતાલ માર્ગ સહિતના વિવિધ રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સંવેદનશીલ વિસ્તારો પર ચાંપતી નજર રાખી રહી છે.

હવામાન વિભાગે જાહેર કર્યુ એલર્ટ

હવામાન વિભાગે કુમાઉં વિસ્તાર માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. વરસાદને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે લોકોને પહાડી વિસ્તારોમાં મુસાફરી ત્યારે જ કરવાની સલાહ આપી છે જ્યારે તે અત્યંત જરુર હોય, અને મુસાફરી દરમિયાન વિશેષ સાવચેતી રાખવા જણાવ્યું છે. લોકોને નદીઓ, મોસમી નાળાઓ અને ભૂસ્ખલનનું જોખમ ધરાવતા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે, વરસાદ દરમિયાન કોઈ પણ જોખમી સ્થળે રોકાવું જોખમી બની શકે છે.

3 જિલ્લામાં આજે સ્કૂલ બંધ

ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડના ત્રણ જિલ્લાઓમાં 2 સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે ધોરણ 1 થી 12 ની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. નૈનીતાલ, પિથોરાગઢ અને બાગેશ્વરની શાળાઓ બંધ રહેશે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી 12ના મો*ત, 172 રસ્તા બંધ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ, સ્કૂલો બંધ!

લોકોને ખાસ અપીલ

સતત વરસાદ અને ભૂસ્ખલનનું જોખમ હોવાથી, લોકોને નદીઓ, નાળાઓ અને જોખમી પહાડી ઢોળાવથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમને એ પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે કોઈપણ કટોકટીના સમયે તેઓ તાત્કાલિક સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અથવા આપત્તિ વ્યવસ્થાપન ટીમોનો સંપર્ક કરે. હાલમાં, પાંડે છોર ગામના લોકો પર્વતનો એક ભાગ ધરાશાયી થવાને કારણે ત્યાંથી નીચે વહી આવતા પાણી અને કાટમાળને લઈને ચિંતિત છે. જો વરસાદ ચાલુ રહેશે તો જોખમ વધી શકે છે, તેથી વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nainital bhimtal pandeychhor landslide heavy rain water debris homes

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ