ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 12:33 AM, 2 September 2026
1/5
ભારતમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે. રક્ષાબંધન અને તહેવારોની મોસમમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા નાણાકીય વ્યવહારોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, ઓગસ્ટ ૨૦૨૬ માં દેશમાં કુલ ₹29.82 લાખ કરોડના મૂલ્યના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જે વાર્ષિક ધોરણે 20 ટકાનો વધારો દર્શાવે છે.
2/5
ઓગસ્ટ મહિનામાં ટ્રાન્ઝેક્શનની સંખ્યાએ પણ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. જુલાઈ મહિનામાં 2366 કરોડ ટ્રાન્ઝેક્શન સામે ઓગસ્ટમાં આ આંકડો વધીને 2451 કરોડના ઓલ-ટાઇમ હાઇ લેવલે પહોંચી ગયો છે. ગયા વર્ષે ઓગસ્ટ 2025 માં 1963 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેની સરખામણીએ આ વર્ષે 22 ટકાનો જંગી વધારો નોંધાયો છે.
ADVERTISEMENT
3/5
કેશફ્રી પેમેન્ટ્સના સહ-સ્થાપક રિજૂ દત્તાના જણાવ્યા મુજબ, ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારને કારણે પર્સન-ટુ-પર્સન (P2P) મની ટ્રાન્સફર અને નાની રકમોની ડિજિટલ ભેટ આપવાના વ્યવહારોમાં નોંધપાત્ર વધારો થયો છે. નાના વેપારીઓથી લઈને સામાન્ય નાગરિકો સુધી યુપીઆઈનો ઉપયોગ હવે રોજિંદી જીવનશૈલીનો અવિભાજ્ય અંગ બની ગયો છે.
4/5
વર્ષ 2016 માં શરૂ થયેલું યુપીઆઈ આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યું છે. હાલમાં સિંગાપોર, યુએઈ, ફ્રાન્સ, મોરિશિયસ, નેપાળ, ભુતાન, કતાર, શ્રીલંકા, કમ્બોડિયા, ગ્રીસ અને તાજેતરમાં જોડાયેલા ઉઝબેકિસ્તાન સહિત 11 દેશોમાં યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ