ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / IMEI સાથે છેડછાડ કે ફેક SIM લીધું તો જેલ! સરકારની મોટી ચેતવણી, જાણો નિયમ
4 ફોટો ગેલેરી
Last Updated: 11:51 PM, 1 September 2026
1/4
મોબાઈલ અને SIM કાર્ડના દુરુપયોગ કરનારાઓ વિરુદ્ધ સરકારે કડક વલણ અપનાવ્યું છે. જેમાં ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીકેશન (DoT)એ સ્પષ્ટ કર્યું છે કે ફોનના IMEI નંબરમાં ફેરફાર કરવો, નકલી ડોક્યુમેન્ટથી SIM મેળવવું કે પોતાનું SIM બીજાને સોંપવું ગંભીર ગુનો ગણાશે. આવા કેસમાં ત્રણ વર્ષ સુધીની કેદ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જેમાં ફરજી કોલર IDના ઉપયોગ અંગે પણ લોકોને સાવધાન કરવામાં આવ્યા છે.
2/4
ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીકેશને ચેતવણી આપી છે કે મોબાઈલના IMEI નંબર સાથે છેડછાડ કરવી કે બદલાયેલા કે નુકસાન પામેલા IMEIવાળા ડિવાઈસનો ઉપયોગ કરવો કાયદેસર રીતે ગેરકાનૂની છે. જેમાં ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 હેઠળ આ દંડનીય ગુનો છે. જે નિયમોનું ભંગ કરનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ કે 50 લાખ રૂપિયા સુધીનો દંડ કે બંને સજા થઈ શકે છે. એક્ટની કલમ 42(6) હેઠળ આવા ગુનામાં મદદ કરનારા કે પ્રોત્સાહન આપનારાઓ પર પણ સમાન કાર્યવાહી થઈ શકે છે.
ADVERTISEMENT
3/4
DoTએ ફર્જી ડોક્યુમેન્ટથી SIM કાર્ડ ખરીદવા અને પોતાનું SIM બીજાને વેચવા કે આપવા સામે પણ સ્પષ્ટ ચેતવણી આપી છે. જેમાંએપ કે વેબસાઈટ દ્વારા ફર્જી કોલર IDનો ઉપયોગ કરવો પણ વિભાગની ચેતવણીના દાયરામાં આવે છે. જેમાં બદલાયેલા IMEIવાળા ડિવાઈસનો ઉપયોગ, ખોટી રીતે SIM લેવો કે એવા લોકોને SIM પૂરો પાડવો જે તેનો દુરુપયોગ કરે તે ગંભીર કાનૂની કાર્યવાહીનું કારણ બની શકે છે.
4/4
ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીકેશને લોકોને એવા Wi-Fi મોડેમ, SIM બોક્સ કે મોબાઈલ ડિવાઈસ ખરીદવા, વાપરવા કે ઘરે બનાવવાથી દૂર રહેવાની સલાહ આપી છે જેના IMEI નંબર સાથે છેડછાડ થઈ શકે. જેમાં નાગરિકોએ પોતાના મોબાઈલને સુરક્ષિત રાખવા માટે ‘સંચાર સાથી’ પહેલના ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. આ ટૂલ દ્વારા IMEI વેરિફાય કરી શકાય છે અને ડિવાઈસનું બ્રાન્ડ, મોડલ તથા કંપનીની માહિતી પણ જોઈ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ