ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:00 PM, 1 September 2026
ADVERTISEMENT
મિડલ ઇસ્ટમાં તણાવને કારણે અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થયો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ સામાન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે. પાકિસ્તાનમાં મહિનાના પ્રથમ દિવસે જ પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા, જ્યારે ડીઝલના ઉપયોગ કરનારાને રાહત મળી છે. પાકિસ્તાન સરકારે 1 સપ્ટેમ્બર, 2026થી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 77 પૈસાનો વધારો કર્યો છે. બીજી તરફ, હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ના ભાવમાં પ્રતિ લિટર 1.03 રુપિયા નો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ અને અન્ય સંબંધિત ખર્ચને ધ્યાનમાં લીધા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. પરિણામે, કાર કે બાઇકનો ઉપયોગ કરનારાઓ માટે મુસાફરીનો ખર્ચ થોડો વધશે, જ્યારે ડીઝલથી ચાલતા ટ્રક, બસ અને કૃષિ મશીનરી ઉપયોગ કરનારાને થોડી રાહત મળશે.
ADVERTISEMENT
આ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાનમાં ઈંધણના ભાવમાં વારંવાર ફેરફાર થઈ રહ્યા છે. સરકારે જુલાઈમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ નક્કી કરવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો હતો અને હવે આંતરરાષ્ટ્રીય બજારના વલણોને અનુરૂપ ભાવમાં વધુ ઝડપથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
1 સપ્ટેમ્બરથી કેટલો હશે નવો ભાવ?
ADVERTISEMENT
પાકિસ્તાન સરકારના નવા નિર્ણય બાદ, પેટ્રોલનો ભાવ 342.02 રૂપિયાથી વધીને 342.79 રૂપિયા પ્રતિ લિટર થયો છે 77 પૈસાનો વધારો. બીજી તરફ, હાઇ-સ્પીડ ડીઝલનો ભાવ 371.44 રૂપિયાથી ઘટીને 370.41 રૂપિયા પ્રતિ લિટર થયો છે, જેમાં 1.03 રૂપિયાનો ઘટાડો થયો છે. આ નવા ભાવ 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા છે.
સરકારના જણાવ્યા અનુસાર, પેટ્રોલના ભાવમાં થતા ફેરફારોની સીધી અસર કાર, બાઇક, ટેક્સી કે અન્ય હળવાં વાહનો રોજ ચલાવનારાઓ પર પડે છે. તેની સામે, ડીઝલનો ઉપયોગ ભારે વાહનો, બસો, ટ્રેક્ટરો અને વિવિધ પ્રકારની મશીનરીમાં થાય છે. તેથી, ડીઝલના ભાવમાં ઘટાડો થવાથી પરિવહન અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને થોડી રાહત મળી શકે છે.
ADVERTISEMENT
ઓગષ્ટ 2026 માં કેટલો બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ ?
ઓગસ્ટની શરૂઆતમાં ચોક્કસપણે 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ દરમિયાનનપાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 336.03 રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ પ્રતિ લિટર 392.38 રૂપિયા હતો. ત્યારબાદ, મહિના દરમિયાન બંને ઈંધણના ભાવમાં અનેકવાર વધઘટ થઈ હતી. 29 થી 31 ઓગસ્ટના સમયગાળા દરમિયાન, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૩૪૨.૦૨ રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૩૭૧.૪૪ રૂપિયા હતો. આનો અર્થ એ છે કે 1 ઓગસ્ટની સરખામણીમાં મહિનાના અંતિમ દિવસોમાં પેટ્રોલ પ્રતિ લિટર આશરે 5.99 રૂપિયા મોંઘું હતું, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર લગભગ 20.94રૂપિયાનો ઘટાડો થયો હતો.
ADVERTISEMENT
ઓગસ્ટ 2026માં પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં આશરે 6-7 વખત વધારો કરવામાં આવ્યો હતો. OGRAની દૈનિક ભાવ નિર્ધારણ પ્રણાલી હેઠળ તે મહિના દરમિયાન ભાવમાં અનેકવાર ફેરફાર કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ભાવમાં વધારો નીચે મુજબ થયો હતો:
ADVERTISEMENT
કેમ વારંવાર બદલાઇ રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પાકિસ્તાનમાં પેટ્રોલિયમની કિંમતો આંતરરાષ્ટ્રીય તેલ બજાર સાથે જોડીને નક્કી કરવામાં આવે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં થતા ફેરફારો, આયાત ખર્ચ, વિનિમય દરો, કર અને અન્ય ખર્ચાઓ સ્થાનિક ઈંધણના ભાવ પર અસર કરે છે. આ પ્રક્રિયામાં 'ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી' (OGRA) મહત્વની ભૂમિકા ભજવે છે. તાજેતરના મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં નોંધપાત્ર અસ્થિરતાને કારણે, પાકિસ્તાને ઈંધણના ભાવમાં વધુ વારંવાર ફેરફાર કર્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ PNBમાં કેવી રીતે પહોંચી ₹ 17.5 કરોડની નકલી નોટ? સામે આવ્યું ખૌફનાક સત્ય
સામાન્ય લોકો પર શું થશે અસર?
પેટ્રોલના વધતા ભાવ ખાનગી વાહન માલિકોના માસિક ખર્ચમાં થોડો વધારો કરી શકે છે. તેની અસર ટેક્સીઓ અને અન્ય પ્રકારના માર્ગ પરિવહન પર પણ પડી શકે છે. બીજી તરફ, ડીઝલના ભાવમાં ઘટાડો માલ-સામાનના પરિવહન, બસ સેવા અને કૃષિ ક્ષેત્રને થોડી રાહત આપી શકે છે. જોકે, ડીઝલના ઘટેલા ભાવનો લાભ બજારમાં ચીજવસ્તુઓના ભાવ સુધી કયા અંશે પહોંચાડવામાં આવશે, તેનો આધાર પરિવહન કંપનીઓ અને અન્ય સંબંધિત ખર્ચ પર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો