ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉમરગામ GIDCમાં એવરગ્રીન ફૂડ પર દરોડા, ₹26.81 લાખનો 4,668 કિલો હિંગનો જથ્થો સીઝ

વલસાડ / ઉમરગામ GIDCમાં એવરગ્રીન ફૂડ પર દરોડા, ₹26.81 લાખનો 4,668 કિલો હિંગનો જથ્થો સીઝ

Published By: Vishal Khamar
Reported By: Manav Thakor

Last Updated: 05:46 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના ઉમરગામ GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એવરગ્રીન ફૂડ કંપની પર દરોડો પાડી 4,668 કિલો હિંગનો ₹26.81 લાખનો જથ્થો સીઝ કર્યો. સેમ્પલ રાજકોટ લેબમાં મોકલાયા.

ADVERTISEMENT

વલસાડના ઉમરગામ GIDC વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગની ટીમે એવરગ્રીન ફૂડ કંપનીમાં દરોડો પાડી મોટી માત્રામાં હિંગનો જથ્થો સીઝ કર્યો છે. આ કંપનીમાં એવરેસ્ટ બ્રાન્ડની હિંગનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.

રૂ. 26 લાખ 81 હજાર હોવાનું અધિકારીઓએ જણાવ્યું

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કંપનીમાંથી કુલ 4,668 કિલોગ્રામ હિંગનો જથ્થો સીઝ કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. 26 લાખ 81 હજાર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. દરોડા દરમિયાન અધિકારીઓએ હિંગના સેમ્પલ પણ લીધા હતા. આ સેમ્પલને ગુણવત્તા અને નિયમોના પાલનની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સેમ્પલ તપાસ માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે.

કંપનીમાંથી 4,668 કિલોગ્રામ હિંગનો જથ્થો સીઝ કરવામાં આવ્યો

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી આશિષ વલવીએ કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કંપનીમાંથી 4,668 કિલોગ્રામ હિંગનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. હિંગના સેમ્પલ તપાસ માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ લોનના બહાને દોસ્તી કરી, ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરાવ્યું અને પરિવારને ડૂબાડ્યો દેવામાં

લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી

અધિકારીના જણાવ્યા અનુસાર, લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ વિભાગ દ્વારા સીઝ કરાયેલા જથ્થા અંગેની કાર્યવાહી પૂર્ણ કરી સેમ્પલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ કાર્યવાહી બાદ હિંગની ગુણવત્તા અને કંપની દ્વારા ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગેનો ખુલાસો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valsad news Food and Drugs Department Umargam GIDC raid

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ