ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભાગદોડકાંડથી બંગાળમાં ખળભળાટ! 7ની ધરપકડ, કોલકાતા દુર્ઘટના પર TMC-BJP સામસામે

નેશનલ / ભાગદોડકાંડથી બંગાળમાં ખળભળાટ! 7ની ધરપકડ, કોલકાતા દુર્ઘટના પર TMC-BJP સામસામે

Published By: Nirav Kumar

Last Updated: 08:07 PM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજાની ઉજવણી વચ્ચે સર્જાયેલી નાસભાગે 19 પરિવારોની ખુશીઓ છીનવી લીધી છે અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ દુર્ઘટના બાદ TMCએ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભાજપના નેતાઓ પર આરોપ લગાવ્યા છે.

ADVERTISEMENT

કોલકાતામાં દુર્ગા પૂજાની ખુશીઓ વચ્ચે સર્જાયેલી એક ભયાનક દુર્ઘટનાએ સમગ્ર પશ્ચિમ બંગાળને હચમચાવી દીધું છે. ચોરબાગાન વિસ્તારમાં આવેલા દુર્ગા પૂજા પંડાલમાં થયેલી નાસભાગમાં 19 લોકોનાં મોત થયાં છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ ઘટના બાદ એક તરફ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે તો બીજી તરફ રાજ્યમાં રાજકીય આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂ થઈ ગયો છે.

7 લોકોની ધરપકડ, 10 દિવસના પોલીસ રિમાન્ડ

આ દુર્ઘટનાના મામલે પોલીસે ચોરબાગાન દુર્ગા પૂજા સમિતિના સચિવ અને ઉપાધ્યક્ષ સહિત કુલ 7 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ સામે બિનઇરાદાપૂર્વક હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ તમામ 7 આરોપીઓને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલકાતાના બીજા મોટા પૂજા પંડાલોમાં પણ સુરક્ષા વ્યવસ્થાની તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પણ સમગ્ર ઘટનાની તપાસના નિર્દેશ આપ્યા છે.

TMCના સવાલો: જવાબદારી કોની?

આ ઘટનાએ હવે રાજકીય રંગ પકડ્યો છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસે ભાજપ અને મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર નિશાન સાધતાં સવાલ ઉઠાવ્યો છે કે દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થઈ રહી છે કે પછી રાજકીય સંબંધોને કારણે તેમને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

TMCએ સોશિયલ મીડિયા પર કોલકાતા પોલીસને ટેગ કરીને ત્રણ નામનો ઉલ્લેખ કર્યો છે. તેમાં દેવદીપ અધિકારી, વિજય ઓઝા અને તમોઘ્ન ઘોષનો સમાવેશ થાય છે. TMCના દાવા મુજબ દેવદીપ અધિકારી પૂજા સમિતિના મુખ્ય સંરક્ષક છે અને તેઓ મુખ્યમંત્રીના ભત્રીજા છે. વિજય ઓઝા સમિતિના અધ્યક્ષ અને ભાજપના ધારાસભ્ય છે. જ્યારે તમોઘ્ન ઘોષ મુખ્ય સલાહકાર હોવાની સાથે ઉત્તર કોલકાતાના ભાજપના જિલ્લા પ્રમુખ છે.

TMCએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે મુખ્યમંત્રીએ પોતે આ પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે શું તેમને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ તપાસી હતી? TMCએ મૃતકોના મોત માટે જવાબદારી નક્કી કરવાની માગ કરી છે. જોકે આ તમામ આરોપો છે અને તેમની સત્યતા તપાસના આધારે જ નક્કી થઈ શકશે.

ભાજપનો જવાબ: કોઈ આવી દુર્ઘટના ઇચ્છશે ખરું?

TMCના આરોપો સામે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રવક્તા અને ધારાસભ્ય રિતેશ તિવારીએ પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે મુખ્યમંત્રીના કોઈ સંબંધી પૂજા સમિતિ સાથે જોડાયેલા છે કે નહીં તેની તેમને જાણ નથી. જોકે, તેમને એવો સવાલ પણ કર્યો કે જો કોઈ સંબંધી સમિતિમાં હોય તો શું તે પોતાના જ આયોજનમાં આવી દુર્ઘટના થવા દેવા માગે? આ નિવેદન બાદ રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. જોકે હાલ સમગ્ર મામલામાં તપાસ અને જવાબદારી નક્કી થવી સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે.

મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ તરફ આંગળી ચીંધી

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ જણાવ્યું કે શરૂઆતમાં તેમને જે માહિતી મળી હતી તેના કરતાં અસલી પરિસ્થિતિ અલગ હતી. તેમના જણાવ્યા અનુસાર, નાસભાગ પંડાલની અંદર નહીં, પરંતુ લોકોના પ્રવેશ અને બહાર નીકળવા માટે ઉપયોગમાં લેવાતા એક જ દરવાજા પાસે થઈ હતી.

તેમને કહ્યું કે પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ-અલગ રસ્તાની યોગ્ય વ્યવસ્થા નહોતી. તેના બદલે ત્યાં તહેનાત હોમગાર્ડે હાથમાં પકડી શકાય તેવી દોરીથી એક જ માર્ગને બે ભાગમાં વહેંચ્યો હતો. મુખ્યમંત્રીએ દાવો કર્યો કે વરસાદ શરૂ થતાં દોરી હટાવી દેવામાં આવી હતી અને કર્મચારીઓ વરસાદથી બચવા માટે ત્યાંથી ખસી ગયા હતા. આ સ્થિતિએ ભીડનું સંચાલન વધુ મુશ્કેલ બનાવ્યું હોવાની આશંકા છે.

શુભેન્દુ અધિકારીએ પંડાલમાં ફરજ બજાવતા અસ્થાયી હોમગાર્ડની ભૂમિકાની તપાસ માટે તેમના નામોની યાદી પણ માગી છે. તેમને જણાવ્યું કે આ કર્મચારીઓ અગાઉ 2024 અને 2025માં પણ ફરજ બજાવી ચૂક્યા હતા. મુખ્યમંત્રીએ પંડાલમાં ઓછા પ્રકાશની વ્યવસ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો આવી ઘટના પંડાલની અંદર બની હોત તો પરિસ્થિતિ વધુ ભયાનક બની શકી હોત.

વધુ વાંચો : દુર્ગાપૂજા પંડાલમાં મોતનું તાંડવ! એક જાહેરાતથી મચી નાસભાગ, 19નાં મોત બાદ 7 લોકોની ધરપકડ

અગાઉની સરકાર પર પણ સાધ્યું નિશાન

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ ઘટનાના સંદર્ભમાં અગાઉની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર પણ પ્રહાર કર્યા છે. તેમનો દાવો છે કે વર્તમાન સરકારને અગાઉની સરકારની ખામીઓનો વારસો મળ્યો છે અને તેને સુધારવામાં સમય લાગશે. જોકે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે તપાસ માત્ર હોમગાર્ડ પૂરતી મર્યાદિત નહીં રહે. પૂજા આયોજકોની ભૂમિકા તેમજ પંડાલ માટે મંજૂરી આપનારા સંબંધિત અધિકારીઓની જવાબદારીની પણ તપાસ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

stampede Chorbagan Durga Puja

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ