ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફરી બોલીવુડ નિશાના પર, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી, સલમાન ખાનનો કર્યો ઉલ્લેખ

બોલીવુડ / ફરી બોલીવુડ નિશાના પર, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી, સલમાન ખાનનો કર્યો ઉલ્લેખ

Published By: Kalpesh Kandoria

Last Updated: 08:51 PM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા ટાઈગર શ્રોફ જુહુ સ્થિત પોતાના ઘરેથી બહાર જઈ રહ્યા હતા ત્યારે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગુંડાઓએ તેમના પર ફાયરિંગ કર્યું.

ADVERTISEMENT

બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં ફાયરિંગ થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, મળતી માહિતી અનુસાર, ટાઇગર શ્રોફ સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી.

મળતી વિગતો અનુસાર, મુંબઈના જુહુ સ્થિત પુષ્પા પાર્ક વિસ્તારમાં ત્રણ અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં આશરે પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ફાયરિંગ બાદ ટાઇગર શ્રોફની સ્થિતિ કેવી છે?

અહેવાલો અનુસાર, ઘટનાના સમયે ટાઇગર શ્રોફ સુરક્ષિત રહ્યા હતા અને તેમને કોઈ ઈજા થઈ નથી. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં અભિનેતાની કાર ઘરેથી બહાર નીકળતી વખતે ચાહકોની ભીડ જોવા મળતી હોવાની માહિતી છે. ત્યારબાદ ગોળીબારના અવાજ સંભળાતાં અફરાતફરી મચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

બાઈકપર આવ્યા હતા હુમલાખોર

મળતી માહિતી અનુસાર, બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી હોવાના અહેવાલ છે. જોકે, આરોપીઓની ઓળખ અને ઘટનાનું કારણ જાણવા માટે તપાસના સત્તાવાર અપડેટની રાહ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ટાઇગર શ્રોફને અગાઉ જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ આ ઘટનાને લઈને વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

તપાસ માટે પોલીસની 12 ટીમ

DCP મોહિત ગર્ગે ટાઈગર શ્રોફ સુરક્ષિત હોવાના અહેવાલ આપ્યા છે. મુંબઈ પોલીસે આરોપીઓની શોધખોળ તેજ કરી દીધી છે. મામલાની તપાસ અને આરોપીઓને પકડવા માટે પોલીસની 12 ટીમ બનાવવામાં આવી છે. પોલીસ ઘટના સાથે જોડાયેલ તમામ પાસાંઓની તપાસ કરી રહી છે. કયા કારણસર ફાયરિંગ કર્યું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી.

લોરેન્સ બિશ્નોઈ ગેંગએ જવાબદારી સ્વીકારી

લોરેન્સ બિશ્નોઈ ગેંગે ટાઈગર શ્રોફ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવેલ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે ટાઈગરને અગાઉ પણ ફોન કરી ધમકી આપવામાં આવી હતી. ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર લખ્યું- 'જય મહાકાલ... જય શ્રી રામ... બધા ભાઈઓને રામ રામ... આજે આ ટાઈગર શ્રોફનું કામ થયું છે. આની જવાબદારી અનિલ પંડિત અને હરમન સંધૂ લે છે. અમે કોલ કરી એને સમજાવ્યો હતો. પરંતુ તેને સમજમાં ના આવ્યું. એટલે એને આજે સરખી રીતે સમજાવી દીધો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈપણ અમારી વાત નહીં સાંભળે અથવા સલમાન ખાન સાથે કામ કરશે તેનો આગલો નંબર હશે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Tiger Shroff News Tiger Shroff

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ