ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં પુત્રે માતા અને નાના ભાઈની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી, મિલકત-દુકાનોના ભાડા વિવાદમાં ભર્યું પગલું
Last Updated: 11:16 AM, 18 October 2026
ADVERTISEMENT
સુરતના લીંબાયતની સહજાનંદ સોસાયટીમાં વહેલી સવારે એક પુત્રે માતા અને નાના ભાઈની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવાતાં ચકચાર મ ચી હતી. પરિવારમાં મિલકતની વહેંચણી અને દુકાનોમાંથી આવતી લાખો રૂપિયાની આવકને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વહેલી સવારે આ જ બાબતને લઈને ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને મોટા પુત્રએ પોતાની સગી જનેતા અને નાના ભાઈ પર અચાનક ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધો હતો. આ લોહીયાળ હુમલામાં માતા અને નાના ભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને સારવાર મળે તે પહેલા જ બંનેના કરૂણ મોત નીપજ્યા હતા. મૃતક માતા મલેશ્વરી અને નાના દીકરા રાજુની હત્યાથી તેલુગુ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ADVERTISEMENT
મૃતક માતાને ₹60 હજાર ભાડું આવતું
મૃતક મલેશ્વરીના નામે ત્રણ દુકાનો, માસિક આશરે ₹60 હજાર ભાડું આવતું હતું. મિલકત ત્રણેય ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેંચવાની બાબતે લાંબા સમયથી ઝગડો ચાલતો હતો. માતા મિલકતની વહેંચણી કરવા તૈયાર ન થતાં મોટા દીકરા શ્રીનિવાસે બંનેની હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : ગરબામાં જ ભાજપ નેતાએ છોકરીને માર્યો ધક્કો, વીડિયો વાયરલ, FIR દાખલ કરાઈ
પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે આવ્યો
ADVERTISEMENT
એક જ પરિવારના બે સભ્યોની હત્યાના આ બનાવની જાણ થતાં જ લીંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.