ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / રણબીરની ‘રામાયણ’નો ભવ્ય અંદાજ જોઈ ચોંકી જશો, 10 હજારથી વધુ લોકોની મહેનત, મેકર્સે શેર કર્યો BTS વીડિયો
Last Updated: 08:31 PM, 17 October 2026
ADVERTISEMENT
રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની બનાવટની નવી ઝલક મેકર્સે શેર કરી છે. આ મેગા પ્રોજેક્ટમાં વિશ્વભરના 10 હજારથી વધુ લોકો જોડાયેલા છે. એક્સ પર શેર કરાયેલા બિહાઇન્ડ ધ સીન્સ વિડિયોમાં પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા, ડાયરેક્ટર નિતેશ તિવારી અને રણબીર કપૂર પોતે ફિલ્મને પડદા પર ઉતારવાની મહેનત અને વિઝનની વાત કરે છે.
ADVERTISEMENT
રામાયણ એક વિશાળ મહાકાવ્ય છે. જેમાં પાત્રોની ઊંડાઈ, લાગણીઓ અને ભવ્યતા સમાયેલી છે. નમિત મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, જ્યારે આ મહાકાવ્યને ફિલ્મ બનાવવાની તક મળી ત્યારે તેને લાગ્યું કે આ પ્રોજેક્ટ જરૂર બનવો જોઈએ. તેમને કહ્યું કે વિશ્વભરમાં 10 હજારથી વધુ લોકો આ ફિલ્મ સાથે જોડાયેલા છે અને તેમને ક્યારેય શંકા નહોતી કે તેઓ તેને વિચારેલા સ્તરે નહીં બનાવી શકે.
A LIFE SIZED EPIC. Sit down with Namit Malhotra, Nitesh Tiwari, and Ranbir Kapoor as they discuss bringing RAMAYANA: RISE OF A LEGEND to the big screen. Exclusively in theatres, IMAX and Premium Large Formats worldwide November 5. Tickets on Sale now. https://t.co/ublYUylWsB
— Ramayana: Rise of a Legend (@Ramayana_Intl) October 16, 2026
ADVERTISEMENT
નમિતે વધુમાં જણાવ્યું કે તેમને લગભગ ત્રણ દાયકા પહેલાં નાના ગેરેજમાંથી પોતાની કંપનીની શરૂઆત કરી હતી અને આગળ જઈને આઠ એકેડમી એવોર્ડ્સ જીત્યા છે. આજે તેમની પાસે શાનદાર ફિલ્મમેકિંગ અને પ્રોડક્શન ક્ષમતા છે. જ્યારે તેમને રામાયણનું વિઝન બતાવવામાં આવ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને લાગ્યું કે જીવનમાં અત્યાર સુધી કરેલું બધું કદાચ આ જ દિવસ માટે હતું. જેથી રામાયણને સાચી અને ભવ્ય રીતે પડદા પર ઉતારી શકાય.
રણબીર કપૂરે મેકર્સની પ્રશંસા કરતાં કહ્યું કે નમિત મલ્હોત્રાએ જે રીતે કાસ્ટ અને ક્રૂને એકસાથે જોડ્યા છે અને ક્રિએટિવ લોકોને કામ કરવાની તક આપી છે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓછું જોવા મળે છે. ડાયરેક્ટર નિતેશ તિવારીનું માનવું છે કે રામાયણની સ્ટોરી વિશ્વના અલગ-અલગ ભાગના લોકો સાથે જોડાઈ શકે છે.
ADVERTISEMENT
તેમાં પિતા-પુત્રના સંબંધની સુંદર સ્ટોરી, મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવાની સ્ટોરી અને એક સાહસિક પ્રેમકથા પણ છે. આ ફિલ્મ 5 નવેમ્બરે વિશ્વભરમાં થિયેટર, આઈમેક્સ અને પ્રીમિયમ લાર્જ ફોર્મેટમાં રિલીઝ થશે અને ટિકિટો હવે વેચાણમાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ