ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 75 ની ઉંમરે પણ સુપરસ્ટારનો દબદબો: કેવી છે રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જેલર 2'?

મનોરંજન / 75 ની ઉંમરે પણ સુપરસ્ટારનો દબદબો: કેવી છે રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જેલર 2'?

Published By: Pravin Joshi

Last Updated: 05:26 PM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપરસ્ટાર રજનીકાંતની સુપરહિટ ફિલ્મ 'જેલર' ના સિક્વેલ 'જેલર 2' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ દર્શકોને ફૂલ મસાલા એન્ટરટેઈનમેન્ટ પૂરું પાડે છે.

ADVERTISEMENT

ડિરેક્ટર નેલ્સોન દિલીપકુમારની ત્રણ વર્ષ પહેલાં આવેલી સુપરહિટ ફિલ્મ 'જેલર' નો સિક્વેલ હવે સિનેમાઘરોમાં ધમાકો મચાવવા માટે પાછો ફરી ગયો છે. 75 વર્ષની વયે પણ સુપરસ્ટાર રજનીકાંત પોતાનું આઇકોનિક કેરેક્ટર અને અદ્ભુત ક્રેઝ લઈને મોટા પડદા પર પાછા ફર્યા છે. શું આ સિક્વેલ પણ પહેલા ભાગની જેમ બોક્સ ઓફિસ પર પોતાનો દમ બતાવી શકી છે?

આ વખતે કયા ખતરામાં છે જેલર?

મુથુવેલ પાંડ્યાયન (રજનીકાંત) વર્માને ખતમ કર્યા બાદ તમિલનાડુના એક અજાણ્યા ગામમાં પોતાના પરિવાર સાથે શાંતિથી જીવવાની કોશિશ કરી રહ્યો છે. જોકે, પુત્રના મૃત્યુના દુઃખમાંથી તે હજુ પૂરી રીતે બહાર આવ્યા નથી. દરમિયાન, મુથુવેલની જિંદગીમાં શાંતિ નથી કારણ કે વર્માનો સાથી દિલીપ અને કલ્પક ફેમિલી તેની શોધમાં છે. આ એક એવું સિન્ડિકેટ છે જે વિદેશોમાં મૂર્તિઓની દાણચોરી કરે છે. મુથુવેલ અને તેના સાથીઓ આ સિન્ડિકેટ સામે ટક્કર લેવાની તૈયારીમાં છે, પરંતુ આ દરમિયાન તેમનો સામનો ફરી એકવાર તેમના પોતાના ભૂતકાળ સાથે થાય છે. હવે જેલર મુથુવેલ પોતાના પરિવારને બચાવવાની સાથે-સાથે આ આખા સિન્ડિકેટનો સફાયો કરી શકશે કે નહીં? આ જ 'જેલર 2' ની મુખ્ય વાર્તા છે.

didha - 2026-10-15T172534.218

રજનીકાંતના ખભે સવાર છે આખી ફિલ્મ

ત્રણ વર્ષ પહેલાં ડિરેક્ટર નેલ્સોને રજનીકાંતને જે અંદાજમાં દર્શાવ્યા હતા, તે દર્શકોને ખૂબ ગમ્યા હતા. આ ઉંમરે સુપરસ્ટાર પાસે ઓવર-ધ-ટોપ એક્શન કરાવવું સરળ નથી, પરંતુ નેલ્સોને તેમના 'ઓરા' ને ધ્યાનમાં રાખીને જ આખી પટકથા તૈયાર કરી છે અને રજનીકાંતે પણ નિરાશ નથી કર્યા. ફિલ્મમાં રજનીકાંતની 'ઓરા ફાર્મિંગ' ખરેખર જોવાલાયક છે. શરૂઆતથી લઈને અંત સુધી માત્ર ને માત્ર રજનીકાંત જ સ્ક્રીન પર છવાયેલા રહે છે. તેમના આ પ્રભાવને એક લેવલ ઉપર લઈ જવાનું કામ અનિરુદ્ધના દમદાર મ્યુઝિકે કર્યું છે.

નેલ્સોનનું નિર્દેશન અને માસ-મસાલા મનોરંજન

ડિરેક્ટર નેલ્સોને આ ફિલ્મમાં શાનદાર સસ્પેન્સ અને ડ્રામા પીરસ્યો છે, જે જોવામાં ખૂબ જ મજા કરાવે છે. ફિલ્મમાં ભાગ્યે જ કોઈ એવી ક્ષણ આવશે જ્યાં તમે બોર કે કંટાળા જેવું લાગે. પહેલો હાફ પૂરેપૂરો કોમેડી અને મુખ્ય વિલનને સેટ કરવામાં જાય છે, જ્યારે બીજા હાફમાં અસલી ધમાકાની શરૂઆત થાય છે. ફિલ્મમાં ઋતિક રોશન સહિતના કૅમિયો પણ ખૂબ જ દમદાર છે. ખાસ કરીને ઋતિકની 10 મિનિટની સ્ક્રીન પ્રેઝન્સ દિલ જીતી લે છે. આ એક પરફેક્ટ માસ-મસાલા ફિલ્મ છે જે તમને જરાય નિરાશ નહીં કરે.

આ પણ વાંચોઃ ''મારી સાથે સૂવું પડશે'', કોણ છે એ ફિલ્મ ડાયરેક્ટર, જેને પોતાનાથી નાની એક્ટ્રેસને કરી હતી અશ્લિલ ડિમાન્ડ

અભિનય અને કાસ્ટ

75 વર્ષની વય હોવા છતાં રજનીકાંતે જે અભિનય ક્ષમતા દેખાડી છે તે અદ્ભુત છે. ફ્રેમમાં ઋતિક રોશન, જેકી શ્રોફ, મોહનલાલ અને શિવરાજકુમાર જેવા દિગ્ગજો હોય તો પણ તમારી નજર માત્ર રજનીકાંત પર જ ટકેલી રહે છે. સહાયક કલાકારોમાં યોગી બાબુ અને રમ્યા કૃષ્ણનનું કામ ઉત્તમ છે. ખાસ કરીને યોગી બાબુના સીન્સ તમને હસાવી-હસાવીને લોટપોટ કરી દેશે. આ ઉપરાંત મિથુન ચક્રવર્તી, વિદ્યા બાલન, એસ જે સૂર્યા અને જતિન સરનાએ પણ કલ્પક ફેમિલી તરીકે મજબૂત પ્રભાવ પાડ્યો છે. જો આ સપ્તાહના અંતે તમે કોઈ મનોરંજનથી ભરપૂર ફિલ્મ જોવા માંગતા હોવ, તો 'જેલર 2' અવશ્ય જુઓ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajinikanth Jailer2 HrithikRoshan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ