ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:54 PM, 15 October 2026
1/5
આ વર્ષે શારદીય નવરાત્રી દરમિયાન મા સરસ્વતીની પૂજા ખાસ મહત્વ ધરાવે છે. જ્ઞાન, વિદ્યા, બુદ્ધિ, કલા અને સંગીતની અધિષ્ઠાત્રી મા સરસ્વતીની આરાધના વિદ્યાર્થીઓ, શિક્ષકો, લેખકો અને કલાકારો માટે ખાસ અર્થ રાખે છે. પંચાંગ મુજબ 17 ઓક્ટોબર 2026ના શનિવારે સરસ્વતી પૂજા ઉજવાશે. તેની એક દિવસ પહેલાં 16 ઓક્ટોબરે સરસ્વતી આવાહન થશે, 18 ઓક્ટોબરે સરસ્વતી બલિદાન અને 19 ઓક્ટોબરે વિસર્જન કરવામાં આવશે.
2/5
પૂજા માટેનો શુભ સમય જગ્યા અને પંચાંગ અનુસાર અલગ હોઈ શકે છે. નવી દિલ્હીના પંચાંગ મુજબ 17 ઓક્ટોબરે મુખ્ય મુહૂર્ત સવારે 6 :22 થી બપોરે સુધી રહેશે. પૂર્વાષાઢા 12:06 નક્ષત્રના આધારે બપોરે 3:54 થી સાંજે 6:14 સુધીનો સમય પણ અનુકૂળ માનવામાં આવે છે. તમારા શહેર મુજબનો સમય ચોક્કસ તપાસી લેવો જરૂરી છે.
ADVERTISEMENT
3/5
પૂજા વિધિ સરળ પણ શ્રદ્ધાભાવથી ભરપૂર છે. સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પૂજા સ્થાનને સાફ કરીને મા સરસ્વતીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. ફૂલ, અક્ષત, ચંદન અને ફળ અર્પણ કરો. દીવો પ્રગટાવીને માની વંદના કરો. વિદ્યાર્થીઓ પોતાની પુસ્તકો, નોટબુક અને પેન પૂજા સ્થાન પાસે મૂકીને આશીર્વાદ માંગી શકે છે. સંગીત અને કલા સાથે જોડાયેલા લોકો પોતાના વાદ્યો પણ મૂકી શકે છે. પૂજા પછી ફળ, મીઠાઈ કે ખીરનો ભોગ લગાવીને પ્રસાદ વહેંચો.
4/5
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ