ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નવરાત્રીના ત્રણ દિવસમાં મહિલાઓની મદદ માટેની અભયમ હેલ્પલાઈન પર 70 ફોન
Last Updated: 01:47 PM, 15 October 2026
ADVERTISEMENT
અમદાવાદમાં પૂરજોરમાં નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે મહિલાઓની મદદ માટે કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર ફરિયાદોનો ધસારો જોવા મળ્યો છે. નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસમાં અમદાવાદમાંથી કુલ ૭૦ ફોન આવ્યા હતા, જેમાંથી ૩૫ ફરિયાદો ઘરેલુ હિંસા સંબંધિત હતી એટલે કે હેલ્પલાઈન પર આવેલા દર બે ફોનમાંથી એક ફોન ઘરેલુ હિંસાની ફરિયાદ અંગેનો હતો.ઘરેલુ હિંસા ઉપરાંત શારીરિક હેરાનગતિ, મારપીટ, અપમાનજનક ભાષા, સંતાનની કસ્ટડી, લગ્નેતર સંબંધોને લગતા વિવાદો, વાલીપણા, માનસિક તણાવ અને આર્થિક મુશ્કેલીઓ અંગે પણ મહિલાઓએ મદદ માગી હતી.
ADVERTISEMENT
ઘરેલુ હિંસા ઉપરાંત છેડતી અને શોષણની ફરિયાદો
હેલ્પલાઈન પર નોંધાયેલી ફરિયાદોમાં છ ફરિયાદો પીછો કરવા, શારીરિક છેડતી, બાળ જાતીય શોષણ અને સંતાનની કસ્ટડી જેવા મુદ્દાઓને લગતી હતી. આ ઉપરાંત લગ્નેતર સંબંધોને લગતા પાંચ વિવાદો નોંધાયા હતા. વાલીપણા, માનસિક તણાવ અને આર્થિક મુશ્કેલીઓ અંગે નવ ફરિયાદો મળી હતી.પોલીસ અને શી ટીમોએ છેડતી, મહિલાઓનો પીછો કરવા અને પરવાનગી વિના ફોટોગ્રાફી જેવી ઘટનાઓ અટકાવવા માટે નવરાત્રીનાં મુખ્ય ગરબા સ્થળો તથા આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે. મહિલાઓને ધમકી, દુર્વ્યવહાર કે હેરાનગતિનો સામનો કરવો પડે તો ૧૮૧ અભયમ હેલ્પલાઈન અથવા તાત્કાલિક મદદ માટે ૧૧૨ નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / સરકાર IDBI બેંકમાં વેચશે પોતાનો હિસ્સો, ₹ 52,877 કરોડમાં ડીલ નક્કી થઈ
2015માં પણ ઘરેલુ હિંસાની ફરિયાદો વધુ
ADVERTISEMENT
વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુજરાતમાં ૧૮૧ હેલ્પલાઈન પર આવેલી કુલ ફરિયાદોમાં ઘરેલુ હિંસાનો હિસ્સો આશરે ૪૬ ટકા હતો. અમદાવાદમાં તે વર્ષે ઘરેલુ હિંસાને લગતા સરેરાશ ૫૪ ફોન દરરોજ મળતા હતા, જે તાજેતરનાં વર્ષોમાં શહેરનો સૌથી ઊંચો આંકડો હતો. રાજ્યભરમાં હેલ્પલાઈનને ઘરેલુ હિંસા અંગે દરરોજ સરેરાશ ૨૪૭ ફોન મળતા હતા એટલે કે સરેરાશ દર છ મિનિટે ઘરેલુ હિંસા સંબંધિત એક ફોન આવતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.