ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:27 PM, 14 October 2026
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના સામાજિક સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવતા પેન્શન નિયમોમાં એક ઐતિહાસિક ફેરફાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગ્રામ્ય વિકાસ વિભાગના રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ (NSAP) ને વર્ષ 2026-27 થી 2030-31 સુધી એટલે કે આગામી પાંચ વર્ષ માટે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના માટે સરકારે 53,428 કરોડ રૂપિયાનું જંગી ભંડોળ ફાળવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરકાર દ્વારા જારી કરાયેલા નવા દિશા-નિર્દેશો મુજબ દિવ્યાંગજન પેન્શન માટેની પાત્રતામાં રાહત આપવામાં આવી છે:
ઉંમરની મર્યાદા સમાપ્ત: હવે પેન્શન મેળવવા માટે કોઈ ન્યૂઝમ ઉંમરની બાધ્યતા રહેશે નહીં અને દિવ્યાંગજનો જન્મથી જ પેન્શન મેળવવા માટે પાત્ર ગણાશે.
ADVERTISEMENT
દિવ્યાંગતાની મર્યાદા ઘટી: બેન્ચમાર્ક દિવ્યાંગતાની મર્યાદાને વર્તમાન 80 ટકાથી ઘટાડીને સીધી 40 ટકા કરી દેવામાં આવી છે.
આ સંશોધન દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ, 2016 હેઠળ કરવામાં આવ્યું છે, જેથી દેશના વધુમાં વધુ દિવ્યાંગ નાગરિકોને સરકારી સુરક્ષાનો લાભ મળી શકે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવા નિયમ અનુસાર પાત્ર દિવ્યાંગોને મળનારી નાણાકીય સહાય આ મુજબ રહેશે:
0 થી 79 વર્ષની ઉંમમર: આ વર્ગના પાત્ર દિવ્યાંગજનોને દર મહિને 375 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
ADVERTISEMENT
80 વર્ષ કે તેથી વધુ ઉંમર: વરિષ્ઠ દિવ્યાંગજનોને પ્રતિ માહ 625 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
આ સહાયતા અન્ય શ્રેણીઓ કરતા ઓછામાં ઓછી 25 ટકા વધુ રહેશે. આ યોજના સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડારીત (Funded) છે, જેથી દેશના દરેક ખૂણામાં લાભાર્થીઓને સમાન નાણાકીય મદદ મળી રહે.
આ પણ વાંચો : ખાંડ સસ્તી થઈ શકે? સરકારે સમય પહેલાં જાહેર કર્યો 14 લાખ ટન ખાંડનો ઘરેલુ વેચાણ ક્વોટા
કેબિનેટના આ નિર્ણય બાદ 'રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ' (NSAP) નું નામ બદલીને 'પ્રધાનમંત્રી સામાજિક સહાયતા યોજના' કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેની અન્ય પેટા-યોજનાઓના નામ પણ બદલવામાં આવ્યા છે:
'ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગતા પેન્શન યોજના' હવે 'પ્રધાનમંત્રી દિવ્યાંગજન પેન્શન યોજના' તરીકે ઓળખાશે.
'ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના' નું નવું નામ 'પ્રધાનમંત્રી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના' રહેશે.
'ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિદ્વા પેન્શન યોજના' હવે 'પ્રધાનમંત્રી વિદ્વા પેન્શન યોજના' ના નામે ઓળખાશે.
'રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના' નું નામ બદલીને 'પ્રધાનમંત્રી પરિવાર લાભ યોજના' કરી દેવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ