ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણ શાહીકાંડથી ગરમાયું રાજકારણ, B-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર કોંગ્રેસના ધરણા, કિરીટ પટેલ સહિતના નેતાઓ જોડાયા

ગુજરાત / પાટણ શાહીકાંડથી ગરમાયું રાજકારણ, B-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર કોંગ્રેસના ધરણા, કિરીટ પટેલ સહિતના નેતાઓ જોડાયા

Published By: Nidhi Panchal

Last Updated: 04:26 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં શાહી ફેંકવાના વિવાદે હવે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ મામલે ન્યાયની માગ સાથે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રેલી કાઢી B-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ધરણાં શરૂ કરતાં રાજકીય માહોલ ગરમાયો છે.

ADVERTISEMENT

પાટણમાં શાહી ફેંકવાના કાંડને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા વિવાદ બાદ હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ દ્વારા આ ઘટનાના વિરોધમાં રેલી કાઢીને B-ડિવિઝન પોલીસ સ્ટેશન સામે ધરણાં કરવામાં આવ્યાં છે. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં ધારાસભ્ય કિરીટ પટેલ, જગદીશ ઠાકોર અને ગીતા પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા.

patan-2

શાહી કાંડ બાદ રાજકીય માહોલ ગરમાયો

પાટણમાં શાહી ફેંકવાના વિવાદને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે બંને પક્ષના કાર્યકરો સામસામે આવ્યા હતા અને મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ પોલીસ કાર્યવાહી અને ફરિયાદોને લઈને રાજકીય વિવાદ વધ્યો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા પોલીસની કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનું કહેવું છે કે આ ઘટનામાં ન્યાય મળવો જોઈએ અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આ માગ સાથે કાર્યકરોએ રેલી કાઢી હતી અને B-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.

B-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર કોંગ્રેસના ધરણાં

કોંગ્રેસના કાર્યકરોએ રેલી સાથે પોલીસ સ્ટેશન સુધી પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેઠા હતા. આ વિરોધમાં ધારાસભ્ય કિરીટ પટેલ, જગદીશ ઠાકોર અને ગીતા પટેલ પણ જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા આ મામલે ન્યાયની માગ કરવામાં આવી રહી છે. શાહી કાંડને લઈને થયેલી કાર્યવાહી અને બંને પક્ષની ફરિયાદો અંગે યોગ્ય તપાસ થાય તેવી માગ સાથે કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો : MSME ઉદ્યોગોને આર્થિક સહાય, DyCM હર્ષ સંઘવીના હસ્તે સિંગલ ક્લિકમાં 33 હેક્ટર ઔદ્યોગિક પ્લોટની ઈ-ફાળવણી

ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો આ મામલે ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવી શકે છે. હાલ પોલીસ સ્ટેશન બહાર ધરણાં અને સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પાટણમાં શાહી કાંડનો વિવાદ હવે કાયદાકીય કાર્યવાહીથી આગળ વધીને રાજકીય મુદ્દો બન્યો છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના વિરોધને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે. હવે પોલીસ આ મામલે આગળ શું કાર્યવાહી કરે છે અને કોંગ્રેસની માગ અંગે શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress Protest Patan Ink Controversy Kirit Patel

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ