ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં CCTV ફરજિયાત, શાળા-કોલેજો અને કોચિંગ સેન્ટરમાં પ્રવેશદ્વારથી પાર્કિંગ સુધી કેમેરા લગાવવાના

ગુજરાત / તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં CCTV ફરજિયાત, શાળા-કોલેજો અને કોચિંગ સેન્ટરમાં પ્રવેશદ્વારથી પાર્કિંગ સુધી કેમેરા લગાવવાના

Published By: Nidhi Panchal

Last Updated: 02:55 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા રાજ્યની તમામ શાળાઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સેન્ટર્સમાં હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવાની વ્યવસ્થા ફરજિયાત બનાવવામાં આવશે. જાહેર સલામતી અધિનિયમ (PSA) હેઠળ રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને નિયમોનું ચુસ્ત પાલન કરાવવા નિર્દેશ આપ્યા છે.

ADVERTISEMENT

ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સેન્ટર્સમાં જાહેર સલામતી અધિનિયમ એટલે કે પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) હેઠળ પ્રવેશદ્વારો, પરિસરના વિવિધ ભાગો, કોરિડોર અને પાર્કિંગ વિસ્તારોમાં હાઈ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનશે. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે તમામ શહેરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને આ અંગેના નિર્દેશ આપ્યા છે.

આ માત્ર ચોરીની ઘટના પૂરતો સીમિત મુદ્દો નથી

DGP મલિકે જણાવ્યું છે કે આ માત્ર ચોરીની ઘટના પૂરતો સીમિત મુદ્દો નથી. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા અને હેરાનગતિની અનેક ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓને નિશાન બનાવવાની ઘટનાઓ શૈક્ષણિક સંસ્થાઓની અંદર અને બહાર બંને જગ્યાએ બને છે. જાહેર સલામતી અધિનિયમ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત ખાનગી મિલકતો અને વ્યાપારી સંસ્થાઓમાં પણ સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે. દરેક શૈક્ષણિક સંસ્થા, જેમાં ખાનગી ટ્યૂશન ક્લાસિસનો પણ સમાવેશ થાય છે, તે પીએસએના નિયમોનું સમયમર્યાદામાં ચુસ્તપણે પાલન કરે તેની ખાતરી કરવા તમામ તાબાના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

પાર્કિંગ અને અવાવરું વિસ્તારો પર ખાસ નજર

આ કાર્યવાહી પાછળનું તાત્કાલિક કારણ માણેકબાગની એક શાળામાં થયેલી ચોરીની ઘટના હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ વિસ્તાર સંબંધિત પોલીસ સ્ટેશનની હદમાં પાર્ક કરેલાં ટુ વ્હીલર્સમાંથી ચોરી કરનાર શખ્સે ૧૩ મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આ ફોન બૂટ સ્પેસ અને ગ્લવ કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યા હતા.

રિસરમાં બનેલી કેટલીક ઘટનાની તપાસ પણ અટવાઈ

કેમેરા ન હોવા અથવા બંધ હોવાના કારણે શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં બનેલી કેટલીક ઘટનાની તપાસ પણ અટવાઈ છે. તાજેતરમાં શહેરની એક શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીના હાથમાં ઊંડો ઘા લાગતાં ૧૫ ટાંકા લેવા પડ્યા હતા. સુરક્ષાને લગતા સીસીટીવી ફૂટેજ માગવામાં આવતાં શાળાએ ટેકનિકલ ખામીનું કારણ આપ્યું હતું. પરિણામે જિલ્લા શિક્ષણ અધિકારીને દરમિયાનગીરી કરવી પડી હતી.

અવરજવર કરતા વિદ્યાર્થી પર નજર રાખવાનો પણ પોલીસનો હેતુ

નવા આદેશમાં વાહનો પાર્ક કરવાનાં સ્થળો પર સીધી નજર રાખી શકે તે રીતે કેમેરા ગોઠવવા પર ભાર મુકાયો છે. ચોરી અટકાવવા ઉપરાંત, ટુ-વ્હીલર પર ગેરકાયદે અવરજવર કરતા વિદ્યાર્થી પર નજર રાખવાનો પણ પોલીસનો હેતુ છે. શૈક્ષણિક સંસ્થાઓનાં પાર્કિંગ, કોરિડોર, પ્રવેશદ્વારો અને અન્ય એવા વિસ્તારો, જ્યાં નજર રાખવી મુશ્કેલ હોય, તેમને સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યા છે. બૂટસ્પેસમાંથી થતી ચોરી, સગીર વયનાં વિદ્યાર્થીઓ દ્વારા વાહનચાલન અને સુરક્ષા કર્મચારીઓની નજર ચૂકવીને થતી અવરજવર જેવા જોખમો પર વિશેષ ધ્યાન અપાશે.

અવરજવરના તમામ માર્ગો પર કેમેરાનું યોગ્ય કવરેજ હોવું જરૂરી

જાહેર સલામતી અધિનિયમ મુજબ પ્રવેશદ્વારો, પાર્કિંગ વિસ્તારો તથા અવરજવરના તમામ માર્ગો પર કેમેરાનું યોગ્ય કવરેજ હોવું જરૂરી છે. આ ઉપરાંત, કેમેરાની નિયમિત જાળવણી અને સમયાંતરે સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવાનું પણ ફરજિયાત રહેશે.

આ પણ વાંચો : કોમનવેલ્થ ગેમ્સ-2030 પહેલાં અમદાવાદની કનેક્ટિવિટી બદલાશે, 4 બસ પોર્ટ અને 4 મલ્ટિમોડલ હબ બનાવવાની તૈયારી

પોલીસ અને શિક્ષણ વિભાગ કરશે તપાસ

રાજ્યભરની શાળાઓ અને કોલેજોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો અને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા કરવામાં આવશે. જાહેર સલામતી અધિનિયમ હેઠળના નિર્દેશોનું પાલન નહીં કરતી શૈક્ષણિક સંસ્થાઓને કારણદર્શક નોટિસ મળી શકે છે અને નિયમનકારી દંડનો સામનો પણ કરવો પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat CCTV Rules School Student Safety Public Safety Act

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ