ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:32 PM, 13 October 2026
1/5
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની મોટા બજેટની ફિલ્મો હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી હોરર-કોમેડી ફિલ્મ 'ધ રાજા સાબ' બોક્સ ઓફિસ પર ફેન્સની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. પીપલ મીડિયા ફેક્ટરીના બેનર હેઠળ બનેલી આ ફિલ્મે નિર્માતાઓને મોટો આર્થિક ફટકો આપ્યો છે. હવે આ ફિલ્મના પ્રોડ્યુસર ટીજી વિશ્વ પ્રસાદે ફિલ્મની નિષ્ફળતા અને તેના પાછળના મુખ્ય કારણો અંગે ખુલ્લીને વાત કરી છે.
2/5
ADVERTISEMENT
3/5
તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને પ્રભાસની આ ફ્લોપ ફિલ્મ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સ્વીકાર્યું કે ફિલ્મનું રિલીઝ ટાઇમિંગ તેમની સૌથી મોટી ચૂક હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે અત્યારે સારા મૂડમાં છીએ. સંક્રાંતિના તહેવારના સમયે આ ફિલ્મને સિનેમાઘરોમાં લાવવી એ અમારી સૌથી મોટી ભૂલ હતી. જો આ ફિલ્મને કોઈ અન્ય તારીખે રિલીઝ કરવામાં આવી હોત, તો કદાચ બોક્સ ઓફિસના પરિણામો આનાથી અલગ હોત.
4/5
જ્યારે મીડિયાએ પ્રોડ્યુસરને પૂછ્યું કે શું તેઓ હવે સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ 'સ્પિરિટ' દ્વારા પ્રભાસના ફેન્સની નિરાશા દૂર કરશે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, "હું 'સ્પિરિટ' ફિલ્મનો માત્ર ડિસ્ટ્રિબ્યુટર છું. અમે 'ધ રાજા સાબ' ને તેની સ્કેલ અને કદ પ્રમાણે શક્ય તેટલી વિશાળ રિલીઝ આપી હતી. જોકે તહેવારની મોસમ અને અન્ય પરિબળોને કારણે સ્થિતિ વણસી ગઈ હતી."
ADVERTISEMENT
5/5
ઉલ્લેખનીય છે કે, 'કબીર સિંહ' અને 'એનિમલ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે પ્રભાસની આગામી ફિલ્મ 'સ્પિરિટ' અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ માર્ચ 2027 માં રિલીઝ થવાની ધારણા છે, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ તેની રિલીઝ ડેટ આગળ ધકેલાઈ શકે છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ