ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Aadhaar Cardમાં ડિટેલ્સ નાખ્યા પછી પણ OTP કેમ નથી આવી રહ્યો? આવી રીતે સમસ્યા ઉકેલો

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / Aadhaar Cardમાં ડિટેલ્સ નાખ્યા પછી પણ OTP કેમ નથી આવી રહ્યો? આવી રીતે સમસ્યા ઉકેલો

Last Updated: 10:51 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આધારમાં સાચો મોબાઇલ નંબર હોવો ખૂબ જરૂરી છે નહીંતર OTPની સમસ્યા થાય છે. જેમાં એપ કે સેવા કેન્દ્ર દ્વારા સરળતાથી નંબર અપડેટ કરી શકાય છે.

1/6

photoStories-logo

1. OTP ઈશ્યુ

આજના સમયમાં આધાર કાર્ડ અનેક સરકારી અને નાણાકીય સેવાઓ માટે જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. બેંકિંગથી લઈને ઓનલાઈન વેરિફિકેશન સુધી ઘણી જગ્યાએ આધાર સાથે લિંક થયેલા મોબાઇલ નંબર પર OTP આવે છે. પરંતુ જો OTP આવતો જ ન હોય તો જરૂરી કામ અટકી શકે છે. ઘણી વખત તેનું કારણ નેટવર્કની સમસ્યા, SMS મળવામાં મોડું થવું કે આધાર કાર્ડમાં જૂનો મોબાઇલ નંબર નોંધાયેલો હોવો હોઈ શકે છે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. પહેલાં સમસ્યાનું કારણ તપાસો અને જરૂર પડે તો આધાર સાથે જોડાયેલો મોબાઇલ નંબર અપડેટ કરાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે બદલવો?

હવે આધાર સાથે મોબાઇલ નંબર અપડેટ કરવા માટે Aadhaar Appનો ઉપયોગ કરી શકાય છે. જોકે, પ્રક્રિયા દરમિયાન ઓળખની ખરાઈ અને જરૂરી વેરિફિકેશન પૂરૂ કરવું પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મોબાઇલ નંબર બદલવા માટે આ પગલાં અનુસરો

તમારા ફોનમાં ઓફિશિયલ Aadhaar App ખોલો. એપમાં લૉગિન કરીને મોબાઇલ નંબર અપડેટ કરવાનો વિકલ્પ શોધો. સૂચના પ્રમાણે જરૂરી વેરિફિકેશન પૂર્ણ કરો. તેમાં OTP અને ફેસ ઓથેન્ટિકેશનની જરૂર પડી શકે છે. જે નવો મોબાઇલ નંબર આધાર સાથે જોડવો છે તે દાખલ કરો. નવા નંબર પર OTP આવે તો તેને દાખલ કરીને વેરિફિકેશન પૂરૂ કરો. લાગુ પડતી ફી ભરીને વિનંતી સબમિટ કરો. રિકવેસ્ટનો સ્ટેટસ એપમાં ઉપલબ્ધ ટ્રેકિંગ સુવિધા દ્વારા ચેક કરતા રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. UIDAIની વેબસાઇટ પરથી અપોઇન્ટમેન્ટ કેવી રીતે બુક કરવી?

UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in પર જાઓ. ‘Book an Appointment’ વિકલ્પ પસંદ કરો. ઉપલબ્ધ વિકલ્પોમાંથી તમારું શહેર અને આધાર સેવા કેન્દ્ર પસંદ કરો. જરૂરી વિગતો ભરીને ઉપલબ્ધ તારીખ અને સમય પસંદ કરો. અપોઇન્ટમેન્ટની વિગતો તપાસીને બુકિંગ પૂર્ણ કરો. નક્કી કરેલા સમયે કેન્દ્ર પર પહોંચીને જરૂરી ચકાસણી કરાવો અને મોબાઇલ નંબર અપડેટ કરવાની રિકવેસ્ટ આપો. જો તમારો જૂનો નંબર બંધ થઈ ગયો હોય કે તમારી પાસે ઉપલબ્ધ ન હોય તો નજીકના આધાર સેવા કેન્દ્રનો સંપર્ક કરવો ઉપયોગી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. આધારનો OTP ન આવે તો શું કરવું?

તમે યોગ્ય મોબાઇલ નંબર દાખલ કર્યો છે કે નહીં તેની ખાતરી કરો. ફોનમાં નેટવર્ક નબળું હોય તો SMS મોડો આવી શકે છે. વારંવાર OTP માગવાને બદલે થોડી વાર પછી ફરી પ્રયાસ કરો. આધાર સાથે કયો મોબાઇલ નંબર નોંધાયેલો છે અને તે હાલમાં કાર્યરત છે કે નહીં તે તપાસો. જૂનો નંબર બંધ હોય અથવા આધાર સાથે બીજો નંબર જોડાયેલો હોય તો સત્તાવાર પ્રક્રિયા દ્વારા તેને બદલાવો. જો આ બધા પ્રયાસો છતાં OTP ન આવે તો UIDAIની મદદ લો. જરૂર પડે તો 1947 હેલ્પલાઇનનો સંપર્ક કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આધાર સાથે મોબાઇલ નંબર લિંક હોવો કેમ જરૂરી?

આધાર સાથે નોંધાયેલો મોબાઇલ નંબર ઘણી ઓનલાઈન સર્વિસમાં ઓળખની ખરાઈ માટે ઉપયોગી છે. નંબર જૂનો હોય અથવા તમારી પાસે ઉપલબ્ધ ન હોય તો OTP આધારિત પ્રક્રિયાઓમાં મુશ્કેલી આવી શકે છે. આથી તમારો વર્તમાન મોબાઇલ નંબર આધાર સાથે યોગ્ય રીતે જોડાયેલો છે તેની ખાતરી રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

OTP issue mobile number Aadhaar card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ