ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બિહારમાં મોટી હોનારત: રાઘોપુરમાં ગંગા નદીમાં બોટ ડૂબવાથી 13 બાળકોના કરુણ મોત!

નેશનલ / બિહારમાં મોટી હોનારત: રાઘોપુરમાં ગંગા નદીમાં બોટ ડૂબવાથી 13 બાળકોના કરુણ મોત!

Published By: Pravin Joshi

Last Updated: 12:25 AM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના વૈશાલી જિલ્લાના રાઘોપુરમાં એક ભોજન સમારંભમાંથી પરત ફરી રહેલા બાળકોથી ભરેલી નાવ ગંગા નદીમાં પલટી જવાથી 13 લોકોના કરુણ મોત થયા છે.

ADVERTISEMENT

બિહારમાં વૈશાલી જિલ્લાના રાઘોપુરમાં ગંગા નદીની અંદર બનેલી એક હ્રદયદ્રાવક ઘટનામાં 13 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં જાન ગુમાવનારાઓમાં મોટાભાગના માસૂમ બાળકો હતા, જેઓ બાજુના ગામમાં ભોજન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે સાંજના સમયે તેમની નાવ નદીમાં પલટી ગઈ હતી.

આ ગંભીર દુર્ઘટનાની જાણ થતા જ રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે સ્થાનિક લોકો અને અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે પ્રશાસન પાસે બચાવ અને રાહત કામગીરીની વિગતો મેળવી હતી. બીજી તરફ, બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની સત્તાવાર જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ આપ્યા કડક નિર્દેશ

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મંગળવારે મોડી રાત્રે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "વૈશાલીના રાઘોપુરમાં થયેલ નાવ અકસ્માતમાં માસૂમોના મૃત્યુના સમાચાર અત્યંત દુખદ અને મનને હચમચાવી નાખનારા છે. આ મુશ્કેલ સમયમાં મારી ઊંડી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે." તેમણે વહીવટી તંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તથા ઘાયલોને ઉત્તમ સારવાર પૂરી પાડવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે.

દિલ્હીથી પરત ફરશે તેજસ્વી યાદવ

રાઘોપુરના ધારાસભ્ય તેજસ્વી યાદવે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે જણાવ્યું કે કેટલાક બાળકો ભોજન ખાવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં તેઓ દિલ્હીમાં છે અને બુધવારે પટના પરત ફરતાની સાથે જ સીધા રાઘોપુર પહોંચશે.

તેજસ્વી યાદવે વૈશાલીના DM અને આપદા વિભાગના સચિબ સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી છે અને વધુમાં વધુ રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે રાત્રિના સમયે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને આરજેડીના કાર્યકર્તાઓને પણ મદદ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ કોઈને મંત્રી બનાવ્યા તો કોઈને ગવર્નર, CEC મુદ્દે પીયૂષ ગોયલે કોંગ્રેસને અરીસો બતાવ્યો

મૃતકોની ઓળખ અને બચાવ કામગીરી

આ અકસ્માત રાઘોપુર દિયારા ક્ષેત્રના રામપુર શ્યામચંદ ગામ પાસે સર્જાયો હતો. નાવ પર અંદાજે 15 થી 20 લોકો સવાર હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોમાં પિંકી (13 વર્ષ), અંગિતા (6), સુનીતા (13), અમૃતા (16), અલીશા (18), સિંકી (16), ભોણું કુમારી (12), મીરા (12), નમન (10), સોનમ (11), મોહન (14) અને વિપુલ (13 વર્ષ) નો સમાવેશ થાય છે. અકસ્માત સમયે બે બાળકોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે અન્ય લાપતા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BiharBoatTragedy Raghopur BiharGangariveraccident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ