ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 03:27 PM, 13 October 2026
1/5
8મા કેન્દ્રીય વેતન પંચ માટેની પરામર્શ પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહિનાના ઉત્તરાર્ધમાં મુંબઈમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે, જેમાં સત્તાવાર ભલામણોને આખરી ઓપ આપતા પહેલા કર્મચારી સંગઠનો, પ્રતિનિધિઓ, પેન્શનર્સ એસોસિએશનો અને ફેડરેશનો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ આયોગની ભલામણોથી 1 કરોડથી વધુ લોકોને સીધો લાભ થશે. તેમાં લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 65 લાખ પેન્શનભોગીઓ જેમાં સંરક્ષણ અને રેલવે મંત્રાલયોના નિવૃત્ત કર્મચારીઓનો પણ સામેલ છે.
2/5
કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ 8મા પગાર પંચની 'સંદર્ભની શરતો' (ToR) એ નક્કી કરે છે કે કર્મચારીઓ અને પેન્શનરોએ અંતિમ ભલામણો પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ: (1) 8મું પગાર પંચ એ એક કામચલાઉ સંસ્થા છે જેમાં અધ્યક્ષ, એક પાર્ટ-ટાઇમ સભ્ય અને સભ્ય-સચિવનો સમાવેશ થાય છે. આ પંચને તેની રચનાના 18 મહિનાની અંદર પોતાની ભલામણો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે; જોકે, જરૂર જણાય તો તે વચગાળાનો અહેવાલ પણ રજૂ કરી શકે છે. (2) પોતાની ભલામણો તૈયાર કરતી વખતે, આયોગ દેશની આર્થિક સ્થિતિ, નાણાકીય શિસ્ત, વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓ માટે ભંડોળની ઉપલબ્ધતા, બિન-અંશદાન આધારિત પેન્શન યોજનાઓનો ખર્ચ તેમજ રાજ્ય સરકારોની તિજોરી પર પડનારી અસરને ધ્યાનમાં લેશે.
ADVERTISEMENT
3/5
(1) વેતન માળખું: આયોગ સેલેરી સ્ટ્રક્ચર, ભથ્થાઓ (DA, DR, HRA) અને અન્ય રોકડ તથા ઇન્ક્રીમેન્ટ, પ્રમોશન અંગે જરૂરી અને વ્યવહારુ સુધારાઓની સમીક્ષા કરશે. (2) પ્રતિભા અને કાર્યક્ષમતા: સરકારી સેવામાં પ્રતિભાશાળી વ્યક્તિઓને આકર્ષવા અને કાર્ય-સંસ્કૃતિમાં જવાબદારીની ભાવના વધારવા માટે આકર્ષક વેતન માળખું તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, બહેતર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે હાલની બોનસ યોજનાઓની સમીક્ષા કરવામાં આવશે. (3) ભથ્થાઓની સમીક્ષા: વિવિધ ભથ્થાઓને તર્કસંગત બનાવવામાં આવશે અને પાત્રતાની શરતોની સમીક્ષા કરવામાં આવશે. (4) પેન્શનરો માટે રાહત: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS/UPS) અને બિન-NPS યોજનાઓ હેઠળ આવતા કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટી અને પેન્શન સંબંધિત નિયમોની સમીક્ષા બાદ ભલામણો કરવામાં આવશે.
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ