ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદનાં 4,000 રેસ્ટોરાંમાં રસોડાંમાં CCTV, ગ્રાહકોને લાઈવ ફીડ આપવાનો ઇનકાર!
Last Updated: 03:34 PM, 13 October 2026
ADVERTISEMENT
શહેરમાં ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની એડવાઈઝરી બાદ આશરે ૪,૦૦૦ રેસ્ટોરાંએ પોતાનાં રસોડાંમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જોકે, ગ્રાહકોને જમવાના સ્થળેથી રસોડાની લાઈવ ફીડ જોવા મળે તેવી વ્યવસ્થા કરવા અંગે સંચાલકો તૈયાર નથી.
ADVERTISEMENT
ઓગસ્ટમાં એએમસીના ફૂડ વિભાગે શહેરનાં ૧૧,૦૦૦થી વધુ રેસ્ટોરાંને સ્વચ્છતા અને સુરક્ષાના ધારાધોરણો જાળવવા સૂચના આપી હતી. સપ્ટેમ્બરમાં હાથ ધરાયેલા સર્વેમાં આશરે ૪,૦૦૦ એકમોએ રસોડાંમાં સીસીટીવી લગાવ્યાનું સામે આવ્યું હતું. જોકે, આ વ્યવસ્થા ફરજિયાત નહીં, પરંતુ સલાહરૂપ હોવાથી તંત્ર સંચાલકોને કેમેરા લગાવવા માટે મજબૂર કરી શકે નહીં.
રસોડાંની લાઈવ ફીડ બતાવવા સંચાલકોની ના
ADVERTISEMENT
એએમસીએ જમવાના વિસ્તારમાં મોનિટર લગાવી રસોડાની લાઈવ ફીડ બતાવવાનો વિકલ્પ પણ સૂચવ્યો હતો. જોકે, અમદાવાદ હોટેલ ઓનર્સ એસોસિયેશનના ઉપપ્રમુખ કિરીટ પટેલના જણાવ્યા મુજબ સંચાલકોએ સલામતી અને કામગીરીને લગતી ચિંતાઓને કારણે જાહેરમાં લાઈવ પ્રસારણનો વિકલ્પ સ્વીકાર્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, જે રેસ્ટોરાંમાં રસોડું દેખાય તેવી બારી કે કાચનું પાર્ટિશન હોય, ત્યાંથી ગ્રાહકો રસોઈની પ્રક્રિયા જોઈ શકે છે. આ રીતે ગ્રાહકોને પારદર્શિતા મળે છે, પરંતુ રસોડાની લાઈવ ફીડ જાહેરમાં બતાવવાની જરૂર રહેતી નથી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાહદારીઓનાં મો*તમાં 145%નો ઉછાળો, 2024માં 1,747નાં મો*ત
ADVERTISEMENT
ફરિયાદોમાં ઘટાડો, સ્વચ્છતા પર વધુ ભાર
એએમસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એડ્વાઈઝરી બાદ જાહેર સ્વચ્છતા અંગેની ફરિયાદોમાં ઘટાડો નોંધાયો છે. કેમેરા અને દેખરેખથી ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન વધે અને ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત બને તેવો હેતુ છે. તંત્રનું ધ્યાન કાચા અને રાંધેલા ખોરાકનો અલગ સંગ્રહ, રસોઈમાં વપરાતા પાણીની ગુણવત્તા, જીવાત નિયંત્રણ અને કચરાના યોગ્ય નિકાલ જેવા મુદ્દાઓ પર પણ છે. ખાદ્ય ઝેરના બનાવો અને ખોરાકની ગુણવત્તા અંગેની ફરિયાદો બાદ રાજ્ય સરકારે પણ ખાદ્ય સુરક્ષાની કામગીરી વધુ સઘન બનાવી છે. એએમસીએ ખાદ્ય ગુણવત્તા અંગેની ફરિયાદો બાદ કેટલીક જાણીતી રેસ્ટોરાં અને શાળાની કેન્ટીનને સીલ પણ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો