ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / તહેવાર પહેલાં સુરતમાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું, ₹18 લાખનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
Last Updated: 12:53 PM, 13 October 2026
ADVERTISEMENT
સુરત: રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, તેમ છતાં ભેળસેળિયાઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. તહેવારોના માહોલ વચ્ચે સુરતમાંથી ફરી એકવાર નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. ઉતરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોડાઉન પર પોલીસે દરોડા પાડીને નકલી ઘીના ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે.
ADVERTISEMENT

મળતી માહિતી અનુસાર, સુરતના અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસના ગોડાઉન નંબર-18માં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી કુલ 1,694 કિલો શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત વનસ્પતિ ડાલડા ઘી, સોયાબીન તેલ અને ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં મશીનો પણ કબજે કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT

રૂ. 18 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો
ADVERTISEMENT
ફૂડ સેફ્ટી અધિકારીઓની હાજરીમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે રૂ. 18 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, અહીં બનાવટી ઘી તૈયાર કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાની આશંકા છે.

ADVERTISEMENT
ત્રણ આરોપીઓની ધરપકડ કરી
આ મામલે પોલીસે સન્ની મોદી, કિશન મોદી અને કલ્પેશ મોદી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નકલી ઘીના ઉત્પાદન તથા તેના વિતરણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાંધીનગર મનપા ચૂંટણી: 44માંથી ભાજપને 38, કોંગ્રેસને 5 અને અપક્ષને 1 બેઠક, વોર્ડ-6માં કોંગ્રેસની પેનલ જીતી
તહેવારો દરમિયાન ઘી અને અન્ય ખાદ્યપદાર્થોની માંગમાં વધારો થતો હોય છે. આવા સમયે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો બજારમાં પહોંચે તો લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાવાની ઘટના બાદ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને ભેળસેળ સામેની કાર્યવાહી અંગે ફરી સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.