ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / રિલાયન્સનો 3 દાયકા પછીનો સૌથી મોટો દાવ, Jioનો IPO દેશના શેરબજારમાં રચશે ઈતિહાસ

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / રિલાયન્સનો 3 દાયકા પછીનો સૌથી મોટો દાવ, Jioનો IPO દેશના શેરબજારમાં રચશે ઈતિહાસ

Last Updated: 05:49 PM, 12 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jioનું આ મોટું IPO રિલાયન્સ અને ભારતીય ટેલિકોમ ક્ષેત્ર માટે ઐતિહાસિક પળ સાબિત થઈ શકે છે. જેમાં મુકેશ અંબાણીના ડિજિટલ સામ્રાજ્યની પબ્લિક વેલ્યુએશન હવે બજારના હાથમાં છે.

1/6

photoStories-logo

1. જિયો IPO

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્રણ દાયકા બાદ પોતાનો પહેલો મોટો IPO લાવવાની તૈયારીમાં છે. જિયો પ્લેટફોર્મ્સનું આ જાહેર ઇશ્યૂ લગભગ 30 હજાર કરોડ રૂપિયાનું હોઈ શકે છે અને તેની વેલ્યુએશન 11 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ આંકડા પર Jio એક જ પગલે દેશની બીજી સૌથી વધુ વેલ્યુએબલ કંપની બની જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. માર્કેટ કેપ

હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 15.62 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સાથે સૌથી ટોપ પર છે. તેની પાછળ HDFC બેંક અને ભારતી એરટેલનો ક્રમ આવે છે. જિયોનો આ IPO મુકેશ અંબાણીના ડિજિટલ સામ્રાજ્યની જાહેર બજાર કિંમત નક્કી કરશે, રિલાયન્સની હોલ્ડિંગ સ્ટ્રક્ચરની કસોટી કરશે અને ટેલિકોમ ક્ષેત્રમાં કંપનીઓની રેન્કિંગ પણ બદલી નાખશે. વૈશ્વિક અને દેશી રોકાણકારો આ ઇશ્યૂમાં ખૂબ રસ દાખવી રહ્યા છે. મોટા રોકાણકારો પોતાના શેર વેચવાને બદલે હિસ્સો વધારવા માગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. રોકાણકારો સાથે મુલાકાત

જિયો પ્લેટફોર્મ્સે અમેરિકા, યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં રોડ શો પૂરા કર્યા છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ પર્સનલ રીતે રોકાણકારો સાથે મુલાકાત કરી છે. કંપનીને માત્ર ટેલિકોમ ઓપરેટર નહીં પણ ટેક્નોલોજી કંપની તરીકે પ્રસ્તુત કરવામાં આવી રહી છે. હવે દેશમાં ઘરેલું રોડ શો ચાલી રહ્યા છે જેમાં મ્યુચ્યુઅલ ફંડ અને બીજી સંસ્થાકીય રોકાણકારો શેર મેળવવા માટે આતુર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સૌથી મોટા પબ્લિક ઇશ્યૂ

આ IPO હાલ સુધીના ભારતના સૌથી મોટા જાહેર ઇશ્યૂ તરીકે નોંધાશે. અત્યાર સુધીનો રેકોર્ડ 2024માં હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના 27,800 કરોડ રૂપિયાના ઇશ્યૂનો છે. રિલાયન્સ માટે ત્રણ દાયકા બાદનું આ ફર્સ્ટ પબ્લિક ઓફર હશે અને તેમાં માત્ર નવા શેર જ ઇસ્યુ કરવામાં આવશે, ઓફર ફોર સેલનો કોઈ હિસ્સો નહીં હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. શેરની કિંમત

અગાઉના રિપોર્ટ અનુસાર શેરની કિંમત 1065 થી 1119 રૂપિયા પ્રતિ શેર નક્કી થઈ શકે છે. આ કિંમતે માર્કેટ વેલ્યુ લગભગ 10.3 લાખ કરોડ સુધી પહોંચી શકે છે અને ઉપરના બેન્ડ પર લગભગ 30,200 કરોડ રૂપિયા ઊભા થઈ શકે છે. ઇશ્યૂ 21 ઓક્ટોબરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લું થશે અને 23 ઓક્ટોબરે બંધ થશે. એંકર બુક 19 ઓક્ટોબરે ખુલવાની અને લિસ્ટિંગ 28 ઓક્ટોબરે થવાની શક્યતા છે. આ તારીખોમાં ફેરફાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani largest IPO Jio IPO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ