ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / બોસ હોય તો આવા, કડકડતી ઠંડીમાં કર્મચારીઓને સ્કૂટર પર આવતા જોઈ, માલિકે ભેટમાં આપી 2 BMW કાર
Last Updated: 11:14 PM, 9 October 2026
ADVERTISEMENT
ચીનના હેનાન પ્રાંતના એક શહેરમાં બીફ હોટપોટ રેસ્ટોરન્ટ ચલાવતી માલિકને મા યાનલીની ઉદારતા હાલ ચર્ચામાં છે. તેમને પોતાની બે સૌથી મહેનતુ મહિલા કર્મચારીઓને બ્રાન્ડ ન્યૂ BMW કાર ભેટમાં આપી છે. જેનું કારણ સરળ હતું કે તેઓ રોજ કડકડતી ઠંડીમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવીને કામ પર આવતી હતી.
ADVERTISEMENT
ગયા શિયાળામાં મા યાનલીએ જોયું કે તેમની કર્મચારી લી જીનો ચહેરો લાલ થઈ ગયો હતો. કાન નીલા પડી ગયા હતા અને હાથ ઠંડીથી અકડાઈ ગયા હતા. આ સીન જોઈને તેમને પોતાની આરામદાયક કારની ગરમી અને કર્મચારીઓની મુશ્કેલી વચ્ચેનો ફરક અનુભવાયો હતો. આથી તેમને વિચાર્યું કે જ્યારે હું આરામથી કારમાં બેસી શકું છું ત્યારે મારા કર્મચારીઓ શા માટે આવી મુશ્કેલી વેઠે?
લગભગ 3 લાખ યુઆન (લગભગ 40લાખ રૂપિયા)ની કિંમતની આ કારો 24 સપ્ટેમ્બરે સોંપવામાં આવી. લી જીને સફેદ BMW મળી અને બીજી કર્મચારી લિયુ યિંગયિંગને ગ્રે રંગની. કોઈ કરાર કે શરત વગર આ ભેટ આપવામાં આવી. લી જીએ કહ્યું કે તેઓ આવી ભેટની કલ્પના પણ નહોતા કરી. બોસે માત્ર એટલું કહ્યું હતું કે તેઓ તેમને એક મોટી ખિલોનું આપશે.
ADVERTISEMENT
વધુ વાંચો :
મા યાનલી કહે છે કે તેમની કંપનીની સફળતા માત્ર તેમની નહીં પણ બધા કર્મચારીઓની સંયુક્ત મહેનતનું પરિણામ છે. આથી સફળતાનો લાભ કર્મચારીઓ સાથે વહેંચવો જોઈએ. તેઓ અગાઉ પણ કેશ બોનસ અને તહેવારોમાં જરૂરી વસ્તુઓ આપતા રહ્યા છે પણ આ વખતે વ્યક્તિગત અનુભવે તેમને આ વિશેષ પગલું લેવા પ્રેર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો