ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:25 PM, 11 September 2026
ADVERTISEMENT
લગ્ન માટે છોકરો-છોકરી મેળવવાનું કામ સામાન્ય રીતે પરિવાર અને સગા-સંબંધીઓનું માનવામાં આવે છે. પણ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક યુવાને સીધા સરકાર પાસે જઈને મદદ માંગી લીધી. સોલાપુર જિલ્લાના મોહોલ તાલુકાના કુરુલ ગામના 28 વર્ષીય કિસનદેવ દત્તાત્રેય નાનવરેએ લગ્ન માટે છોકરી ન મળવાની સમસ્યાને લઈને એક અનોખું આંદોલન શરૂ કર્યું. સૌથી રસપ્રદ વાત એ છે કે આ યુવાને સાફો બાંધીને સરકારી કચેરીમાં પહોંચી જવાનું પસંદ કર્યું. તેનો આ અંદાજ હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગયો
ADVERTISEMENT
યુવાન સરકારી ઓફીસમાં કેમ પહોંચ્યો?
જેમાં કિસાનદેવનું કહેવું છે કે, તેઓ ખેડૂત પરિવારના છે અને હાલ બેરોજગાર છે. તેમની પાસે આશરે અડધો એકર જમીન છે. આજના સમયમાં લગ્ન માટે મોટાભાગની છોકરીઓ અને તેમના પરિવારો એવા છોકરાને પ્રાથમિકતા આપે છે જે સારી રીતે ભણેલો હોય, સરકારી નોકરીમાં હોય કે તેની સારી પગાર હોય. આવી સ્થિતિમાં નાના ખેડૂતો અને બેરોજગાર યુવાનો માટે લગ્ન કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ જ સમસ્યાને ઉઠાવવા માટે તેને એક દિવસીય ધરણા આંદોલન કર્યું.
ADVERTISEMENT
કિસનદેવની ચાર મોટી માંગણીઓ
તેમનું કહેવું છે કે વહીવટ અને સમાજે ખેડૂતો તથા બેરોજગાર યુવાનોના લગ્ન માટે મદદ કરવી જોઈએ. સરકારે આને માત્ર વ્યક્તિગત મામલો ન માનીને સામાજિક સમસ્યા તરીકે જોવી જોઈએ. તેમની મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ યુવાનનું આંદોલન સોલાપુરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. તેને સ્પષ્ટ કહ્યું છે કે માંગણીઓ માન્ય ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન છોડવા નથી માંગતા. નાના ખેડૂતો અને બેરોજગાર યુવાનોના લગ્નની મુશ્કેલીને લઈને તેને સીધું સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT