ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
Last Updated: 04:40 PM, 9 September 2026
ADVERTISEMENT
8મા પગાર પંચની ભલામણોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા 8મા પગાર પંચ સમક્ષ પેન્શન સંબંધિત 40 વર્ષ જૂના કાનૂની નિયમમાં ફેરફાર કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે. જો કેન્દ્ર સરકાર આ માંગણી સ્વીકારી લે છે, તો નિવૃત્ત કર્મચારીઓની માસિક આવકમાં મોટો વધારો જોવા મળી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેન્દ્રીય પેન્શનર સંગઠનોની મુખ્ય માંગ છે કે 'કમા્યુટેડ પેન્શન' (સમય પહેલા એકમુશ્ત લેવાયેલી પેન્શન રકમ) ને પુનઃસ્થાપિત કરવા માટેની હાલની 15 વર્ષની સમયમર્યાદા ઘટાડીને 10 થી 12 વર્ષ કરવામાં આવે. કર્મચારી સંગઠનોનો તર્ક છે કે વર્તમાન 15 વર્ષનો નિયમ વર્ષ 1986 માં લાગુ કરવામાં આવ્યો હતો. આશરે 40 વર્ષ જૂનો આ નિયમ જૂની નાણાકીય અને વસ્તી ગણતરીની ધારણાઓ પર આધારિત છે, જે આજની આર્થિક સ્થિતિમાં સુસંગત નથી.

ADVERTISEMENT
નિયમો અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓ નિવૃત્તિ સમયે તેમની બેઝિક પેન્શનના 40 ટકા સુધીની રકમ એકસાથે (એકમુશ્ત) ઉપાડી શકે છે. આ રકમ એડવાન્સમાં મળવાના બદલામાં, એટલી રકમ તેમની દર મહિનાની પેન્શનમાંથી કાપી લેવામાં આવે છે. વર્તમાન નિયમો મુજબ, આ રીતે કાપવામાં આવતી રકમ પૂરા 15 વર્ષ પૂરા થયા બાદ જ ફરીથી માસિક પેન્શનમાં ઉમેરીને પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
10 વર્ષની માંગ: ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશને આ સમયગાળો 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 11 વર્ષની માંગ: નેશનલ કાઉન્સિલ ઓફ ધ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM), AIDEF, FNPO અને ભારત પેન્શનર્સ સમાજે આ સમયગાળો ઘટાડીને 11 વર્ષ કરવાની ભલામણ કરી છે. 12 વર્ષની માંગ: ઈન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઈઝર્સ એસોસિએશને તેને 12 વર્ષ કરવાની રજૂઆત કરી છે.
ADVERTISEMENT
NC-JCM ના ગણિત અનુસાર, જો કોઈ 61 વર્ષીય પેન્શનર પોતાની માસિક પેન્શનમાંથી દર મહિને 100 રૂપિયા કમ્યુટ કરાવે છે, તો તેને આશરે 9,833 રૂપિયા એકસાથે મળે છે. ત્યારબાદ તેની પેન્શનમાંથી દર મહિને 100 રૂપિયા કપાય છે. 10 વર્ષમાં કુલ કપાત 12,000 રૂપિયા થઈ જાય છે, જેનાથી સરકારને આપેલી રકમ વ્યાજ સાથે પરત મળી જાય છે. 15 વર્ષમાં આ કપાત 18,000 રૂપિયા થઈ જાય છે. આથી સંગઠનોનું કહેવું છે કે 10 થી 11 વર્ષમાં રકમ વસૂલ થઈ જતી હોવાથી 15 વર્ષ સુધી કપાત કરવી અયોગ્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ