ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આજે રાતે Apple કરશે મોટો ધમાકો, લૉન્ચ થશે નવાં ગેજેટ્સ, ભારતમાં ક્યાં જોઈ શકશો Apple Event 2026 Live?
Last Updated: 09:02 PM, 8 September 2026
ADVERTISEMENT
ટેક જગતના સૌથી મોટા ચમકતા તારા ગણાતી એપલ કંપની તેના સત્તાવાર ઈવેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સમગ્ર વિશ્વ સાથે ભારતીય ટેક લવર્સ પણ આ ઈવેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફ્લેગશિપ ઈવેન્ટમાં એપલ તેની ચર્ચિત iPhone 18 સિરીઝ સહિત એપલ વોચ અને નેક્સ્ટ જેન એરપોડ્સ જેવા પ્રીમિયમ ડિવાઈસ પરથી પરદો ઉંચકશે. આ ઉપરાંત કંપનીના પ્રથમ ફોલ્ડેબલ આઈફોન અંગે પણ મોટા એનાઉન્સમેન્ટ થવાની પ્રબળ શક્યતા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એપલની આ સ્પેશિયલ લોન્ચિંગ ઈવેન્ટ 9 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. ભારતીય સમય અનુસાર આ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ આજે રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. આઈફોનના નવા વેરિઅન્ટ્સ અને અન્ય ગેજેટ્સની પ્રથમ ઝલક જોવા માટે ભારતીય ફેન્સ રાત્રે 10:30 વાગ્યાથી લાઈવ સ્ટ્રીમિંગ સાથે જોડાઈ શકે છે.

ADVERTISEMENT
એપલ પ્રેમીઓ પોતાના મોબાઈલ, લેપટોપ કે સ્માર્ટ ટીવી પર સરળતાથી આ ઈવેન્ટ લાઈવ નિહાળી શકે છે:
ADVERTISEMENT
ઓફિશિયલ વેબસાઈટ: એપલની સત્તાવાર વેબસાઈટ (apple.com) પર ઈવેન્ટનું સીધું પ્રસારણ થશે.
Apple TV એપ: જે વપરાશકર્તાઓ પાસે Apple TV એપ છે, તેઓ એપ દ્વારા પણ લાઈવ કવરેજ જોઈ શકશે.
ADVERTISEMENT
YouTube ચેનલ: એપલની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ ઈવેન્ટ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે, જે સ્માર્ટ ટીવી અને સ્માર્ટફોન યુઝર્સ માટે સૌથી સરળ માધ્યમ છે.

ADVERTISEMENT
ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ iPhone 18 સિરીઝ રહેશે, જેમાં પ્રો અને પ્રો મેક્સ મોડેલ્સમાં મોટા અપગ્રેડની અપેક્ષા છે. આ સિવાય નેક્સ્ટ જનરેશન Apple Watch અને નવા AirPods પણ લોન્ચ થઈ શકે છે. ટેક વર્લ્ડમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા એપલના પ્રથમ ફોલ્ડેબલ આઈફોન અંગે પણ કંપની કોઈ મોટી સરપ્રાઈઝ આપી શકે છે.
તમામ લીક્સ અને રિપોર્ટ્સ બાદ હવે તમામની નજર આજે રાત્રે 10:30 વાગ્યે થનારા સત્તાવાર એનાઉન્સમેન્ટ પર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો