ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / બંધ થઇ જશે WhatsApp? જૂના Android-iPhone યુઝર્સ તુરંત ચેક કરે પોતાનો ફોન

ગેજેટ્સ / બંધ થઇ જશે WhatsApp? જૂના Android-iPhone યુઝર્સ તુરંત ચેક કરે પોતાનો ફોન

Published By: Bijal Vyas

Last Updated: 05:23 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp એ જૂના Android ફોન્સ માટે સપોર્ટ બંધ કરી દીધો છે. 8 સપ્ટેમ્બર, 2026 થી, Android 6 કરતા જૂના વર્ઝન પર ચાલતા ફોન્સ પર WhatsApp કામ કરશે નહીં. iPhones માટે, 30 નવેમ્બરથી iOS 15.5 ની જરૂર પડશે. સંપૂર્ણ વિગતો વાંચો.

ADVERTISEMENT

જો તમે WhatsApp વાપરવા માટે જૂના એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. WhatsApp એ જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ફોન માટે તેની સપોર્ટ પોલિસીમાં ફેરફાર કર્યો છે. 8 સપ્ટેમ્બર, 2026 થી WhatsApp ફક્ત એન્ડ્રોઇડ 6.0 કે તેનાથી નવા વર્ઝન પર ચાલતા ફોનને જ સપોર્ટ કરશે. આનો અર્થ એ છે કે, એન્ડ્રોઇડ 5.0 અને એન્ડ્રોઇડ 5.1 પર ચાલતા ફોનને હવે WhatsApp દ્વારા સપોર્ટ મળશે નહીં. ખાસ વાત એ છે કે, WhatsAppનો આ ફેરફાર માત્ર Android પૂરતો સીમિત નથી. કંપનીએ iPhone યૂઝર્સ માટે પણ એક તારીખ નક્કી કરી છે. 30 નવેમ્બર, 2026થી WhatsAppનો ઉપયોગ કરવા માટે iPhone પર iOS 15.5 અથવા તેના પછીનું વર્ઝન હોવું જરૂરી રહેશે.

આવી સ્થિતિમાં, જો તમારી પાસે જૂનો સ્માર્ટફોન હોય, તો તેના Android અથવા iOS વર્ઝનને તરત જ ચેક કરી લેવું હિતાવહ છે. જોકે સોફ્ટવેર અપડેટ દ્વારા કેટલાક ફોન્સમાં આ સમસ્યા ઉકેલાઈ શકે છે, પરંતુ જે ઉપકરણોને નવા ઓપરેટિંગ સિસ્ટમ માટે અપડેટ્સ મળતા નથી, તેમાં WhatsAppનો ઉપયોગ ચાલુ રાખવા માટે ફોન અપગ્રેડ કરવાની જરૂર પડી શકે છે.આનો સીધો અર્થ એ છે કે જો તમારો ફોન Android 5 અથવા Android 5.1 પર ચાલી રહ્યો હોય અને તેના માટે Androidનું કોઈ નવું અપડેટ ઉપલબ્ધ ન હોય, તો WhatsApp હવે કામ કરશે નહીં. કંપની માટે આવા જૂના ડિવાઇસ પર નવા ફીચર્સ અને સિક્યોરિટી સંબંધિત જરૂરિયાતોને સમર્થન આપવાનું ચાલુ રાખવું મુશ્કેલ છે.

ફક્ત WhatsApp અપડેટ કરવાથી નહીં ચાલે કામ

અહીં એક જરુરી વાત સમજવી જરૂરી છે. જો તમારો ફોન Android 5.0 અથવા 5.1 પર ચાલી રહ્યો હોય, તો માત્ર નવું WhatsApp APK અથવા એપ અપડેટ ઇન્સ્ટોલ કરવાથી આ સમસ્યા હલ થશે નહીં. ફોનની ઓપરેટિંગ સિસ્ટમનું વર્ઝન જ નિર્ણાયક પરિબળ છે. જો તમારા ફોન માટે Android 6 અથવા તેનાથી નવા વર્ઝનનું અપડેટ ઉપલબ્ધ હોય, તો તમે ડિવાઇસને અપડેટ કરીને WhatsAppનો ઉપયોગ ચાલુ રાખી શકો છો. જો કે, જો સ્માર્ટફોન ઉત્પાદકે તે ડિવાઇસ માટે કોઈ પણ નવું Android અપડેટ બહાર ન પાડ્યું હોય, તો યૂઝર્સ પાસે નવો ફોન ખરીદવા સિવાય બીજો કોઈ ઓપ્શન રહેશે નહીં.

iPhone યૂઝર્સ માટે આવ્યુ મોટુ અપડેટ

Android યૂઝર્સ બાદ, હવે iPhone યૂઝર્સ પણ તેમના ફોનના સોફ્ટવેરની તપાસ કરવી પડશે. વોટ્સએપના ઓફિશિયલ સપોર્ટ પેજ અનુસાર, 30 નવેમ્બર, 2026થી iPhone પર iOS 15.5 અથવા તેના પછીનું નવું વર્ઝન હોવું જરૂરી રહેશે. આનો અર્થ એ છે કે, જો કોઈ આઇફોન પર હાલમાં iOS 15.0, 15.1, 15.2, 15.3 અથવા 15.4 જેવા જૂના વર્ઝન ચાલી રહ્યા હોય, તો યૂઝર્સે 30 નવેમ્બરની સમયસીમા પહેલાં સોફ્ટવેર અપડેટ કરવું પડશે. જો ફોન નવા iOS વર્ઝનને સપોર્ટ કરતો હોય, તો આ સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે.

Android યૂઝર્સ આ રીતે કરી શકે છો પોતાના ફોનનુ વર્ઝન

જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા હોવ, તો ફોનના 'Settings' ખોલો. ત્યારબાદ, 'About Phone' અથવા 'About Device' ઓપ્શન પર જાઓ, અહીં તમને એન્ડ્રોઇડ વર્ઝન વિશેની માહિતી જોવા મળશે. જો તમારો ફોન Android 6.0 કે તેના પછીના વર્ઝન પર ચાલી રહ્યો હોય, તો આ ચોક્કસ ફેરફારને કારણે WhatsApp કામ કરવાનું બંધ કરશે નહીં. જો તેમાં Android 5.0 અથવા 5.1 દેખાય, તો તમારે ફોન અપડેટ ઉપલબ્ધ છે કે નહીં તે ચેક કરવુ જોઈએ. નવું સિસ્ટમ અપડેટ ઉપલબ્ધ છે કે નહીં તે જોવા માટે તમારા ફોન પર 'Software Update' ઓપ્શન ખોલો.

આ પણ વાંચોઃ મોંઘી થશે આ જાણીતી કંપનીની Cars, કસ્ટમર્સને લાગશે જોરદાર ઝટકો

iPhone યૂઝર્સ આ રીતે ચેક કરો સોફ્ટવેર

iPhone પર સોફ્ટવેર વર્ઝન જોવા માટે, તમે Settings > General > About માં જઈને iOS વર્ઝન ચકાસી શકો છો. જો ફોનમાં iOS 15.5 અથવા તેનાથી નવું વર્ઝન હોય, તો તે નવેમ્બરમાં આવનારી WhatsApp સપોર્ટની સમયસીમા (deadline) માટેની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જો વર્ઝન જૂનું હોય, તો તમે Settings > General > Software Update માં જઈને ઉપલબ્ધ અપડેટ્સ ચકાસી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

whatsapp end support for old android and iphone android 5 and older phones

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ