ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભારત / વડોદરાના સમાચાર / PM મોદીના વડોદરાવાળા કાર્યક્રમનો ગજબ ક્રેઝ, 1 કલાકમાં બધી સીટો ફુલ, 42 હજાર લોકો વેઇટિંગમાં
Last Updated: 11:12 PM, 7 September 2026
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે રહેશે. આ વખતે તેમના જાહેર કાર્યક્રમ માટે પહેલીવાર બુકમાયશો પ્લેટફોર્મ દ્વારા મફત રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ ખાનગી ટિકિટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ નવો પ્રયોગ કર્યો છે.
ADVERTISEMENT
‘નમો ફોર વિકસિત ભારત’ નામના આ કાર્યક્રમનું આયોજન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવિલિયનમાં થશે. તેમાં નાગરિકો, વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, શિક્ષકો, ઉદ્યોગસાહસિકો અને સિવિલ સોસાયટીના સભ્યો સહિત વિવિધ વર્ગના લોકોની હાજરી રહેશે. કાર્યક્રમ 2047 સુધી વિકસિત ભારતના વિઝન પર કેન્દ્રિત રહેશે.
રજીસ્ટ્રેશન શરૂ થયાના માત્ર એક કલાકમાં જ બધી સીટો ભરાઈ ગઈ. ત્યારબાદ 42 હજારથી વધુ લોકો વેટિંગ લિસ્ટમાં પહોંચી ગયા અને રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું. કાર્યક્રમમાં સંપૂર્ણ ડિજિટલ એન્ટ્રી સિસ્ટમ અપનાવવામાં આવશે. રજીસ્ટર્ડ લોકોને બુકમાયશો એકાઉન્ટ દ્વારા ઈલેક્ટ્રોનિક એમ-ટિકિટ મળશે. જેમાં લાઈવ ક્યુઆર કોડ હશે. તેના આધારે જ પ્રવેશ મળશે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રીનો આ દિવસ ખૂબ વ્યસ્ત રહેશે. જેમાં વડોદરામાં તેઓ 35 હજાર કરોડથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
તેમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ત્રણ સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે, જેથી સમગ્ર ફ્રેઈટ કોરિડોર નેટવર્ક સંપૂર્ણરીતે કાર્યરત થઈ જશે. આથી ઉત્તર ભારતને મુંબઈના જે.એન.પી.ટી. પોર્ટ સાથે સીધી રેલ કનેક્ટિવિટી મળશે. લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે અને માલસામાનની હેરફેર ઝડપી બનશે. વડોદરાથી ટાંડા રોડ વચ્ચે નવી પેસેન્જર ટ્રેનને પણ હરી ઝંડી બતાવવામાં આવશે.
ADVERTISEMENT
આ સાથે જ જોબાટ-ટાંડા રોડ રેલ લાઈન, ત્રણ રેલવે પ્રોજેક્ટ્સ, હાઈવે યોજનાઓ, કડાણા બંધ પર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ, વડોદરા રિંગ રોડ અને બીજા વિકાસ કામોનું પણ ઉદ્ઘાટન કે ખાતમુહૂર્ત થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ