ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની GSFC કંપનીમાં મોટી દુર્ઘટના, ગેસ ગળતરમાં 1 કર્મચારીનું મોત, મૃતકના પરિજનો ધરણાં પર બેઠા
Last Updated: 07:09 PM, 7 September 2026
ADVERTISEMENT
વડોદરા: શહેરના છેવાડે આવેલા ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC)ના ઔદ્યોગિક એકમમાં આજે સવારે મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ગેસ ગળતરની ગંભીર ઘટના બની હતી. અચાનક ગેસ લીક થતાં તેની અસર બે કર્મચારીઓને થઈ હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જોકે એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT

મેન્ટેનન્સ દરમિયાન અચાનક ગેસ લીક
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, GSFCના યુરિયા પ્લાન્ટમાં આજે સવારે મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ગેસ ગળતર થતાં પ્લાન્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી હતી. ગેસની અસર થતાં બે કર્મચારીઓની તબિયત લથડી હતી.

ADVERTISEMENT
અસરગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ઘટના બાદ બંને અસરગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક છાણી વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ એક કર્મચારીને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય એક કર્મચારીની હાલ સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
બાજવાના રહેવાસી કામદારનું મોત
ગેસ ગળતરની ઘટનામાં મૃત્યુ પામેલા કામદારની ઓળખ બાજવાના રહેવાસી ઘનશ્યામ ગોહિલ તરીકે થઈ છે. રોજગારી અર્થે GSFCના ઔદ્યોગિક એકમમાં કામ કરવા ગયેલા ઘનશ્યામ ગોહિલના અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT

ગેસ લીક થવાનું કારણ હજુ સ્પષ્ટ નથી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં છાણી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જોકે, પ્રાથમિક તબક્કે ગેસ કયા કારણોસર લીક થયો હતો અને મેન્ટેનન્સની કામગીરી દરમિયાન કઈ પરિસ્થિતિમાં આ દુર્ઘટના બની તે અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ કરવામાં આવી
પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ઔદ્યોગિક એકમમાં મેન્ટેનન્સ દરમિયાન જરૂરી સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ ચોમાસું રુઠ્યું, કૃષિમંત્રી જીતુ વાઘાણીએ બોલાવી બેઠક, કિસાન સંઘે કરી આ માંગ
ઘટનાથી ઔદ્યોગિક એકમમાં ચકચાર
GSFC જેવા મોટા ઔદ્યોગિક એકમમાં મેન્ટેનન્સ કામગીરી દરમિયાન ગેસ ગળતરની ઘટનામાં એક કામદારનું મોત થતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. હાલ સમગ્ર મામલે પોલીસની તપાસ ચાલુ છે અને તપાસ બાદ જ ગેસ ગળતરનું ચોક્કસ કારણ તેમજ જવાબદારી અંગે વધુ વિગતો સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.