ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બાળકોનું જ્વલંત ભવિષ્ય કંડારવા વાલી પણ બની જાય, ગુનાટા ગામના આ શિક્ષકની કહાની વાંચી તમે પણ કહેશો વાહ!

છોટાઉદેપુર / બાળકોનું જ્વલંત ભવિષ્ય કંડારવા વાલી પણ બની જાય, ગુનાટા ગામના આ શિક્ષકની કહાની વાંચી તમે પણ કહેશો વાહ!

Published By: Vishal Khamar
Reported By: Rajesh Rathva

Last Updated: 04:29 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ગુનાટા ગામમાં શિક્ષક જિતેન્દ્ર પટેલ સ્થળાંતર કરતા મજૂર પરિવારોના બાળકોને શિક્ષણ સાથે વાલી જેવી હૂંફ અને માર્ગદર્શન આપી રહ્યા છે.

ADVERTISEMENT

ભણવાની ઉંમર હોય. હાથમાં દફતર હોય અને આંખોમાં ભવિષ્યનાં સપનાં હોય.પરંતુ સંજોગો એવા હોય કે ભણવાનું તો દૂર, બાળકોને વાલીનો સહારો પણ ન મળે. ત્યારે માસૂમ બાળપણ પર અંધકાર છવાઈ જાય છે. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં પણ કેટલાક બાળકો આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પરિવારના ગુજરાન માટે માતા-પિતા મજૂરી અર્થે દૂર જતા રહે છે અને પાછળ રહી જાય છે બાળકો. પરંતુ આ બાળકોને મળ્યા છે એક એવા શિક્ષક. જે માત્ર ગુરુ નહીં, પરંતુ વાલી બનીને તેમની પડખે ઊભા રહ્યા છે. શિક્ષણનો પ્રકાશ આપવાની સાથે બાળકોને હૂંફ અને હિંમત આપતા આ શિક્ષકની કહાની શું છે?

ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલું ગુનાટા અને આસપાસનો વિસ્તાર છે. ડુંગરો અને જંગલોથી ઘેરાયેલો છે. અહીંના અનેક પરિવારો માટે રોજીરોટીનો આધાર છે મજૂરી. રોજગારની શોધમાં માતા-પિતા પોતાના વતનથી દૂર અન્ય જિલ્લાઓમાં જતા રહે છે.અને પાછળ રહી જાય છે તેમના બાળકો. કોઈ દાદા-દાદીના સહારે. તો કોઈ સંબંધીઓના ભરોસે.બાળપણની આ ઉંમરે વાલીનો હાથ માથા પર ન હોય. તો પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હોય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વાલીઓ અભણ છે. બાળકોને ભણાવવા માંગે છે. પરંતુ રોજીરોટી અને સંજોગો વચ્ચે બાળકોના શિક્ષણનો સવાલ તેમના માટે મોટો પડકાર બની જાય છે.

આવા સંજોગોમાં શિક્ષણથી દૂર થતા બાળકોને મળ્યા એક એવા શિક્ષક જે માત્ર ભણાવતા નથી. પરંતુ વાલી બનીને બાળકોની આંગળી પણ પકડે છે. કોઈ બાળકને ભણવામાં મુશ્કેલી પડે તો સમજાવે છે. કોઈ ઉદાસ હોય તો તેની વાત સાંભળે છે. અને કોઈ બાળકને વાલીપણાની ખોટ સાલે..તો પોતાના પ્રેમ અને હૂંફથી એ ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરે છે. શિક્ષક તો અનેક હોય છે. પરંતુ જે શિક્ષક ગુરુની સાથે વાલી પણ બની જાય, તે બાળકો માટે માત્ર શિક્ષક નથી રહેતા. તે તેમના જીવનમાં આશાનું કિરણ બની જાય છે.

આ શિક્ષક કોણ છે અને બાળકો માટે તેમનો ધ્યેય શું છે, તે જાણવા અમારી ટીમ પહોંચી ગુનાટા ગામની સરકારી શાળામાં...શાળામાં પ્રવેશતા જ સુંદર વાતાવરણ નજરે પડે છે. સુંદર રંગોથી સજેલું શાળા મકાન...દીવાલો પર ભીતચિત્રો અને પ્રેરણાત્મક સ્લોગન. શાળાની આસપાસ ફૂલોની મહેક...અને આ સમગ્ર વાતાવરણની પાછળ છે શિક્ષક જિતેન્દ્ર પટેલની મહેનત.જિતેન્દ્ર પટેલ બાળકો સાથે માત્ર શિક્ષક તરીકે નહીં, પરંતુ વાલી જેવો વ્યવહાર કરતા જોવા મળે છે.

આજથી 11 વર્ષ પહેલાં જિતેન્દ્ર પટેલને નવસારી જિલ્લામાં પોલીસ વિભાગમાં નોકરી મળી હતી.પરંતુ બાળપણથી જ શિક્ષક બનવાનું સપનું હતું.થોડો સમય પોલીસની નોકરી કર્યા બાદ આખરે તેમને ગુનાટા ગામની શાળામાં શિક્ષક તરીકે સેવા આપવાની તક મળી.નવા વિસ્તારમાં આવ્યા ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હતી.

જિતેન્દ્ર પટેલને જાણવા મળ્યું કે વિસ્તારના અનેક પરિવારો રોજગારી માટે સ્થળાંતર કરે છે. અને તેમના બાળકો વાલી વિના રહી જાય છે.આ સ્થિતિએ શિક્ષકનું મન દ્રવી ઉઠ્યું.તેમણે આવા બાળકોને શાળામાં લાવવાનું નક્કી કર્યું. બાળકોને શાળા તરફ આકર્ષવા માટે તેમણે પોતાના ખર્ચે શાળામાં સુંદર વાતાવરણ ઊભું કર્યું.ધીમે ધીમે બાળકો શાળામાં આવવા લાગ્યા. અને વાલીઓનો વિશ્વાસ પણ વધ્યો.આજે શાળામાં 519 જેટલા બાળકો અભ્યાસ કરે છે.તેમાંથી 100થી વધુ બાળકો શાળામાં જ રહે છે અને સરકારના ખર્ચે મફતમાં શિક્ષણ મેળવી રહ્યા છે.

આ બાળકોમાં કેટલાક એવા પણ છે, જેમની પાસે પોતાના માતા-પિતાનો સહારો નથી. એક બાળકી તો એવી છે. જેના માતા-પિતા તેની નાની બહેનની જવાબદારી તેના પર સોંપીને મજૂરી માટે બહાર જતા રહ્યા હતા. બાળકીના માથે જવાબદારી આવી. અને તેણે ભણવાનું પણ છોડી દીધું. પરંતુ જિતેન્દ્ર પટેલે બાળકીને સમજાવી. ફરી શાળામાં લાવવાનું કામ કર્યું.

આ પણ વાંચોઃ કિંજલ રબારીના વિવાદ પર સમાજના આગેવાનની સમાજને મીઠી અપીલ, જુઓ શું કહ્યું?

આજે જે બાળકોના માથે વાલીનો હાથ નથી. તેવા બાળકોના વાલી બન્યા છે જિતેન્દ્ર પટેલ.બાળકોને માત્ર શિક્ષણ નહીં. પરંતુ હૂંફ, માર્ગદર્શન અને પરિવાર જેવો પ્રેમ આપી રહ્યા છે. તેમના પ્રયાસોથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.અને ડ્રોપઆઉટનું પ્રમાણ પણ ઘટ્યું છે. આજે આ શાળા માત્ર ભણવાની જગ્યા નથી. પરંતુ અનેક માસૂમ બાળકો માટે એક પરિવાર બની ગઈ છે.કારણ કે શિક્ષક માત્ર પાઠ નથી ભણાવતો. શિક્ષક તો બાળકનું ભવિષ્ય ઘડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

teacher helping children Gujarat tribal education Gunata Government School

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ