ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / લોધિકા ખરીદ વેચાણ સંઘની 5 બેઠકો માટે આવતીકાલે મતદાન, ભાજપે કર્યો વ્હિપ જાહેર
Last Updated: 02:27 PM, 7 September 2026
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આવતીકાલે સંઘની પાંચ બેઠકો માટે મતદાન યોજાવાનું છે, ત્યારે મતદાનના એક દિવસ પૂર્વે ભાજપ દ્વારા પક્ષના ઉમેદવારોને મત આપવા માટે સત્તાવાર વ્હિપ જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પક્ષના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા
ભાજપ દ્વારા સંઘની પાંચ બેઠકો માટે પક્ષના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કુવાડવા જૂથ બેઠક પરથી અરવિંદ રૈયાણી, માધાપર જૂથ બેઠક પરથી પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા, ખોખડદડ જૂથ બેઠક પરથી બાબુ નસીત, ત્રંબા જૂથ બેઠક પરથી નિતીન રૈયાણી અને હલેન્ડા જૂથ બેઠક પરથી મહેશ આસોદરિયાને પક્ષનું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પાંચેય બેઠકો પર પક્ષની અંદરથી જ બળવો થયાની સ્થિતિ
જોકે, ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરી મેન્ડેટ આપવામાં આવ્યા હોવા છતાં પાંચેય બેઠકો પર પક્ષની અંદરથી જ બળવો થયાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે આ ચૂંટણીમાં સીધો મુકાબલો ભાજપ વિરુદ્ધ અન્ય પક્ષ વચ્ચે નહીં પરંતુ ભાજપના જ બે જૂથો વચ્ચે જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની
પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા બાદ પણ બળવાખોર ઉમેદવારો મેદાનમાં રહેતા ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. હવે મતદાનના એક દિવસ પહેલા વ્હિપ જાહેર કરીને પક્ષે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સંગઠનાત્મક પ્રયાસો તેજ કર્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આવતીકાલે પીએમ મોદી વડોદરા-નવસારીની મુલાકાતે, કરશે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ
રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની આ ચૂંટણીમાં આવતીકાલે મતદારોનો કયો પક્ષ તરફ ઝોક રહે છે અને ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો સામે ઉભેલા બળવાખોર ઉમેદવારો કેટલો પડકાર ઊભો કરે છે તેના પર સૌની નજર રહેશે. વ્હિપ બાદ હવે ભાજપના આંતરિક મતભેદો કેટલા હદે ઉકેલાય છે અને પાંચેય બેઠકોના પરિણામો કોના પક્ષમાં જાય છે તે જોવું મહત્વનું બની રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.