ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાન આમને-સામને, પાક સામે સતત પાંચમી જીતના ઈરાદે ઉતરશે ટીમ ઈન્ડિયા

સ્પોર્ટ્સ / એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાન આમને-સામને, પાક સામે સતત પાંચમી જીતના ઈરાદે ઉતરશે ટીમ ઈન્ડિયા

Published By: Jinal Chauhan

Last Updated: 11:41 AM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે એશિયા કપ 2026માં પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. ભારત પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ગયું છે ત્યારે પાકિસ્તાન માટે આ મેચ સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે મહત્વપૂર્ણ છે.

ADVERTISEMENT

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે એશિયા કપ 2026માં પાકિસ્તાન સામે મહામુકાબલો રમશે. સેમિફાઇનલમાં સ્થાન પાકું કરી ચૂકેલી ટીમ ઈન્ડિયાની નજર હવે પાકિસ્તાન સામે સતત પાંચમી જીત પર રહેશે.બીજી તરફ પાકિસ્તાન માટે આ મેચ સેમિફાઇનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.શનિવાર 5 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજનો મુકાબલો રમાશે. ભારતીય ટીમ થાઈલેન્ડ અને હોંગકોંગ સામેની શાનદાર જીત બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. પાકિસ્તાન સામે પણ ટીમ ઈન્ડિયા પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશા ક્રિકેટ ચાહકો માટે ખાસ રહ્યો છે. આ વખતે પણ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને આવશે. ભારત સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યું છે અને હવે ગ્રુપ સ્ટેજમાં અપરાજિત રહેવા માટે મેદાનમાં ઉતરશે. બીજી તરફ પાકિસ્તાન માટે આ મેચનું મહત્વ વધારે છે કારણ કે જીતથી તેની સેમિફાઇનલમાં પહોંચવાની આશા મજબૂત થઈ શકે છે.

India vs Pakistan (2)

પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનું પલડું ભારે

મહિલા ટી20 ક્રિકેટમાં ભારતનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતે છેલ્લાં વર્ષોમાં પાડોશી ટીમ સામે સતત સારું પ્રદર્શન કર્યું છે અને 2022 એશિયા કપ બાદ પાકિસ્તાન સામે ટી20માં હાર્યું નથી. આ કારણે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમને આ મેચમાં જીતની દાવેદાર માનવામાં આવી રહી છે.

હરમનપ્રીત કૌરની બેટિંગ પર નજર

આ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની બેટિંગ પણ ખાસ ચર્ચામાં રહેશે. ટી20 વર્લ્ડ કપ 2026થી તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. એશિયા કપમાં પણ થાઈલેન્ડ સામે તે માત્ર 5 રન અને સિંગાપોર સામે 10 રન બનાવી શકી હતી. સેમિફાઇનલ પહેલાં કેપ્ટનનું ફોર્મ પરત આવવું ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ બની શકે છે. જોકે ટીમની બેટિંગને સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા જેવા ખેલાડીઓ પાસેથી મજબૂત શરૂઆત મળી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ IPL 2027 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ લીધો મોટો નિર્ણય, CSK પણ ચોંકી, ક્રિકેટ જગતમાં ચાલી ચર્ચા

દીપ્તિ શર્મા બની શકે છે ગેમ ચેન્જર

પાકિસ્તાન સામેની મેચમાં દીપ્તિ શર્માની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશે. સ્પિન બોલિંગમાં દીપ્તિ ભારતીય ટીમ માટે સતત અસરકારક સાબિત થઈ છે. પાકિસ્તાન સામેના તાજેતરના મુકાબલામાં પણ તેનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. એશિયા કપ 2026માં અત્યાર સુધી દીપ્તિએ પણ બોલિંગમાં અસર છોડી છે અને હોંગકોંગ સામે ભારતની મોટી જીતમાં તેણે ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારતની નજર સતત પાંચમી જીત પર

ભારતીય ટીમનો એશિયા કપમાં અત્યાર સુધીનો અભિયાન શાનદાર રહ્યો છે. થાઈલેન્ડને 94 રનથી અને હોંગકોંગને 137 રનથી હરાવીને ભારતે સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે પાકિસ્તાન સામે જીત મેળવીને ગ્રુપ સ્ટેજમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો ટીમ ઈન્ડિયાનો પ્રયાસ રહેશે. બીજી તરફ પાકિસ્તાન આ મહત્વપૂર્ણ મુકાબલો જીતીને સેમિફાઇનલની રેસમાં આગળ વધવા માટે પૂરો જોર લગાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Womens Asia Cup 2026 India vs Pakistan Team India

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ