ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ-મેલેરિયા સહિતના અનેક રોગો એકસાથે સક્રિય

એલર્ટ / અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ-મેલેરિયા સહિતના અનેક રોગો એકસાથે સક્રિય

Published By: Hiralal Parmar

Last Updated: 12:05 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓ હવે ચેતી જવાની જરુર છે. રાજ્યમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. એકી સાથે ઘણી બીમારીઓ સક્રિય થઈ છે.

ADVERTISEMENT

અમદાવાદમાં ચોમાસું પૂરું થવાની રાહ વચ્ચે રોગચાળો બેકાબૂ બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ બાદ ગરમી અને ભેજ વધતાં શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને વાઈરલ ફીવર સાથે ઝાડા-ઊલટી, કમળો અને ટાઈફોઈડના દર્દીઓ મોટી સંખ્યામાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં તેમજ ખાનગી દવાખાનાંઓ અને અર્બન હેલ્થ સેન્ટરમાં પહોંચી રહ્યા છે. શહેરમાં હાલ ‘તાવ આવે તો સામાન્ય વાઈરલ હશે’ કહીને અવગણવાની સ્થિતિ નથી, કારણ કે ડેન્ગ્યુ-મેલેરિયા સહિતના અનેક રોગો એકસાથે સક્રિય છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં 15439 દર્દીઓ

સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર ઓગસ્ટના છેલ્લા એક સપ્તાહમાં 15439 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા હતા. આ જ સમયગાળામાં ડેન્ગ્યુના 140, મેલેરિયાના 14, ઝાડા-ઊલટીના બાવન, ટાઈફોઈડના ચાર અને સ્વાઈન ફ્લૂના નવ કેસ નોંધાયા હતા. શહેરમાં ડેન્ગ્યુને લઈને ખાસ ચિંતા વધી રહી છે. તાજેતરના સ્થાનિક રોગ જોખમના આંકડામાં પણ અમદાવાદમાં ડેન્ગ્યુ સૌથી આગળ જોવા મળી રહ્યો છે. 4 સપ્ટેમ્બરના આંકડા મુજબ ડેન્ગ્યુનો જોખમ સ્કોર ૬૦/૧૦૦ અને ચિકનગુનિયાનો પ૬/૧૦૦ હતો, જોકે આ આંકડા કેસોની સંખ્યા નહીં પરંતુ રોગના જોખમના સૂચક છે.

વધુ વાંચો : અતિ કરુણ! એન્જિનિયરીંગના 8 વિદ્યાર્થીઓના એક્સિડન્ટમાં મોત, કાર પાર્ક કરેલી લોરી સાથે ધડાકાભેર અથડાઈ

પાણીજન્ય રોગોને લઈને પણ સાવચેતી જરૂરી

વરસાદ પછી ખુલ્લા પ્લોટ, બાંધકામ સાઇટ, ઘરની આસપાસનાં કન્ટેનર અને અન્ય સ્થળોએ ભરાયેલું પાણી મચ્છરના બ્રીડિંગ માટે મોટું જોખમ બની રહ્યું છે, બીજી તરફ પાણીજન્ય રોગોને લઈને પણ સાવચેતી જરૂરી બની છે. એએમસીના અગાઉના સર્વેલન્સમાં પાણીના હજારો નમૂના તપાસવામાં આવ્યા હતા, જેમાં કેટલાક નમૂના પીવા યોગ્ય ન હોવાનું બહાર આવ્યું હતું, બીજી તરફ એએમસી દ્વારા મચ્છરના ઉપદ્રવને કાબૂમાં લેવા સર્વેલન્સ અને ચેકિંગ વધારવામાં આવ્યું છે. અગાઉ માત્ર બે દિવસમાં ૧,૩ર૦ સ્થળોની તપાસ દરમિયાન ર૪૪ સ્થળે મચ્છરનાં બ્રીડિંગ મળી આવ્યાં હતાં અને રૂ. ૯.૭૬ લાખનો દંડ વસૂલાયો હતો. આ વર્ષે મચ્છરજન્ય રોગોના નિયમભંગ બદલ એએમસીએ અત્યાર સુધી રૂ. ૯૧.૯૦ લાખનો વહીવટી દંડ વસૂલ્યો હોવાનું સામે આવ્યું હતું. વાઈરલ ફીવર અને ડેન્ગ્યુનાં લક્ષણો એકસરખાં હોવાથી તબીબો દર્દીઓને ટેસ્ટ કરાવ્યા બાદ જ દવા લેવાની સલાહ આપી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ