ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચોરવાડમાં SMCનો જુગારધામ પર સપાટો, 20થી વધુ જુગારીઓ ઝડપાયા
Last Updated: 11:22 PM, 4 September 2026
ADVERTISEMENT
જૂનાગઢ: ચોરવાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગુપ્ત રીતે દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, SMCની કાર્યવાહીમાં 20થી વધુ શખ્સો ઝડપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, ચોરવાડ વિસ્તારમાં એક સ્થળે મોટા પાયે રૂપિયાની રોકડ સાથે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે SMCની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે અચાનક દરોડો પાડતાં જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર કાર્યવાહી?
ADVERTISEMENT
આ સમગ્ર કાર્યવાહી ચોરવાડ પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવી હોવાની ચર્ચા છે. SMCની ટીમે ગુપ્ત ઓપરેશન હાથ ધરી સીધી જ દરોડાની કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT
રોકડ સહિતનો મુદ્દામાલ કબજે
દરોડા દરમિયાન જુગારધામમાંથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો હોવાની પ્રાથમિક માહિતી છે. જોકે, કબજે કરાયેલી ચોક્કસ રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ અંગે સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી.
ADVERTISEMENT

SMCની કાર્યવાહીથી અન્ય જુગારધામોમાં ફફડાટ
ADVERTISEMENT
ચોરવાડમાં SMCની રેડના સમાચાર ફેલાતાં જ જૂનાગઢ જિલ્લામાં ચાલતા અન્ય જુગારધામોના સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હોવાની ચર્ચા છે. કેટલાક સ્થળોએ જુગારધામો તાત્કાલિક બંધ કરી સંચાલકો ફરાર થઈ ગયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. SMCની આ કાર્યવાહી બાદ જિલ્લામાં ચાલતા જુગારના નેટવર્ક સાથે સંકળાયેલા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચોઃ 20 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી મહિલાના નામે 7 લાખની લોન! બોગસ દસ્તાવેજો બનાવી બેંકને જ લગાવ્યો ચૂનો
ADVERTISEMENT
વધુ વિગતો તપાસ બાદ સામે આવશે
હાલમાં ઝડપાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. SMCની સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ કેટલા શખ્સો ઝડપાયા, કેટલી રોકડ અને મુદ્દામાલ જપ્ત થયો તેમજ જુગારધામના સંચાલકો કોણ છે તે સહિતની વધુ વિગતો સત્તાવાર રીતે સામે આવે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.