ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / પેલેડિયમ મોલના જ્વેલરી શોરૂમમાં ચોરીનો ભેદ ઉકેલાયો, પ્રેમિકાને મોજશોખ કરવવા ચોરી કરતો આ ચોર
Last Updated: 05:59 PM, 4 September 2026
ADVERTISEMENT
અમદાવાદના થલતેજ પેલેડિયમ મોલના ઓરા ફાઇન જ્વેલરી શોરૂમમાં થયેલી લાખોની ચોરીનો વસ્ત્રાપુર પોલીસે ભેદ ઉકેલ્યો..ચોરી કરનાર બીજું કોઈ નહીં પરંતુ શોરૂમનો જ સેલ્સ એક્ઝિક્યુટિવ નીકળ્યો છે.. આરોપી બેગ ભૂલી ગયો છું એવું બહાનું કાઢીને મેનેજર પાસેથી શોરૂમની ચાવી લીધી... અને રાત્રે શોરૂમ ખોલીને લાખોના દાગીના લઈને ફરાર થઈ ગયો.. ઘટના CCTV કેમેરામાં કેદ થઈ.. પ્રેમિકા સાથે મોજશોખ કરવા આરોપીએ ચોરી કરી હોવાનું ખુલ્યું..અને આરોપી રીઢો ગુનેગાર છે તેની વિરુદ્ધ 13થી વધુ ગુનાઓ નોંધાયા છે.
ADVERTISEMENT
પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી દર્શન સોનીની ચોરી કેસમાં વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે..થલતેજના પેલેડિયમ મોલમાં આવેલો ઓરા ફાઇન જ્વેલરી શોરૂમમાંથી 17 ઓગસ્ટની રાત્રે બ્રેસલેટ, ચેઇન અને મંગળસૂત્ર સહિત લાખોની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી.. જે ચોરીની તપાસમાં વસ્ત્રાપુર પોલીસને શોરૂમમાં જ કામ કરતા સેલ્સ એક્ઝિક્યુટિવ દર્શન સોની પર શંકા ગઈ. આરોપી CCTV કેમેરામાં કેદ થયો હતો.
ADVERTISEMENT
આરોપી દર્શન સોની આ જ શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો અને શોરૂમની વ્યવસ્થા અને ચાવી અંગેની જાણકારી હોવાથી આરોપીએ ચોરી માટે એક પ્લાન બનાવ્યો.. તે શો રૂમમાં બેગ ભૂલી ગયો હોવાનું બહાનુ કાઢ્યું અને મેનેજર પાસેથી શોરૂમની ચાવી મેળવી લીધી..ચાવી હાથમાં આવતાની સાથે જ દર્શને રાત્રિના સમયે શોરૂમ ખોલ્યો..અને બ્રેસલેટ, ચેઇન, મંગળસૂત્ર સહિત રૂ 5.90 લાખની કિંમતના સોના અને ડાયમંડના દાગીના લઈને ફરાર થઈ ગયો.. વસ્ત્રાપુર પોલીસે બાતમીના આધારે આરોપી દર્શન સોનીની ધરપકડ કરી છે..
પોલીસ તપાસમાં સામે આવી આવ્યું છે કે આરોપી દર્શન સોની વાડજનો રહેવાસી છે. અને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે..અને છેલ્લા 10 માસથી થલતેજના પેલેડિયમ મોલમાં આવેલો ઓરા ફાઇન જ્વેલરી શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો.. આરોપીએ પ્રેમિકા સાથે મોજશોખ કરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરેલા દાગીના આરોપીએ માણેકચોકની ભક્તિ ટચમાં વેચી દીધા હતા.. અને ચોરીથી મળેલા પૈસા ગર્લફ્રેન્ડ, નશો અને મોજશોખ પાછળ ઉડાવી નાખ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે..એટલું જ નહીં આરોપી દર્શન સોનીનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં આરોપી વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 13 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. પાટણ, ડીસા, નવસારી, ગાંધીનગર, અમદાવાદ અને અમદાવાદ ગ્રામ્યમાં વાહનચોરી, ઘરફોડ ચોરી, પ્રોહિબિશન, અકસ્માત અને ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ નોંધાયા છે. આ આરોપી સામે અગાઉ પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મજબૂરીનો લાભ ઉઠાવ્યો નરાધમોએ, નોકરીનું સપનું દેખાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયા અને પછી...
પેલેડીયમ મોલમાં ચોરી કેસમાં વસ્ત્રાપુર પોલીસે આરોપી દર્શન સોનીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.. આરોપીએ સોનાના દાગીનાને માણેકચોકમાં વેચાણ કર્યા હોવાથી પોલીસે સોની પાસેથી કબ્જે લેવાની કાર્યવાહી હાથ ધરી છે..આ આરોપીએ અન્ય કોઈ ગુનાઓ આચર્યા છે કે નહીં અને ચોરીના રૂપિયા ક્યાં ક્યાં વાપર્યા.. તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે..
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.